ETV Bharat / state

Saurashtra University Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફોડવાના મામલે કોલેજના કર્મચારી સામે નોંધાઇ FIR - Junior Clerk Exam Paper Leak

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર લીક થતાં હાહાકાર મચી ગયો હતો. યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર ફૂટવાને લઈને ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે FIR નોંધાઈ છે. (Paper Leak in Saurashtra University)

Paper Leak : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફોડવાનો મામલે કોલેજના કર્મચારી સામે FRI

author img

By

Published : Feb 2, 2023, 11:03 AM IST

Updated : Feb 2, 2023, 3:53 PM IST

રાજકોટ : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના બે પેપર ફૂટ્યા હતાં. જે મામલે 100 દિવસ કરતા વધતા સમય વીત્યા બાદ હવે ગઈકાલે મોડી રાતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. જીગર ભટ્ટ નામના શખ્સ સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જીગર ભટ્ટ એચ.એન શુક્લા કોલેજમાં કર્મચારી તરીકે નોકરી કરે છે. જ્યારે આ એચ.એન શુકલા કોલેજ ભાજપ કોર્પોરેટરની છે. જોકે હવે પેપર ફૂટવા મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : junior exam paper leak accused: રાજકોટમાં NSUI સંગઠનએ પેપર ફોડનાર આરોપીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી

BBA અને BCAનું પેપર થયું હતું લીક : થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે પેપર લીક થવાના કારણે પરીક્ષાના રદ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારબાદ પેપર પણ બદલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસનનું પેપર લીક થયું હતું. તેમજ BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હતું. પેપર લીક થવાની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોમાં પણ હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માત્ર અરજી આપવામાં આવી હતી બીજી તરફ હજુ સુધી આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી, પરંતુ ગઈકાલે હવે આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : Rishikesh Patel : બજેટ સત્રમાં જ ગૃહમાં કાયદો લાવી પેપર લીકના ગુનાઓમાં કડક જોગવાઇ કરાશે

વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાઈ હતી રજૂઆત : તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટયા બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા હતા. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી તે મામલે હજુ સુધી કોઈ એફઆઇઆર નોંધાવી નહોતી. જેને લઇને NSUI સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે વારંવાર રજૂઆત કરવામાં આવતા આખરે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે પોલીસની તપાસ બાદ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઈ રીતે પેપર ફોડવામાં આવ્યું હતું તે તમામ બાબતો સામે આવશે.

ઇન્ચાર્જ કુલપતિએ શું કહ્યું : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે મોડી ફરિયાદ નોંધાવવા બાબતે ઇન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનું જણાવ્યું હતું કે, જ્યારે પેપર ફૂટ્યું ત્યારથી પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જ્યાં સુધી તપાસ રિપોર્ટ સામે આવે નહિ ત્યાં સુધી પોલીસ ફરિયાદ થઈ શકે નહીં. હાલ FSL તપાસ રિપોર્ટ સામે આવતા અંગે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે સમગ્ર ઘટનામાં 111 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Last Updated : Feb 2, 2023, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.