રાજકોટ: કોટડાસાંગાણીના બગદડીયા ગામમાં સરપંચે યુવક પર ધોકા વડે હુમલો કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવકને સારવાર અર્થે ગોંડલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સામેપક્ષે સરપંચે પણ પોતાના પર હુમલો થયો હોવા અંગેની ફરીયાદ નોંધાવી છે.
તાલુકાના બગદડીયા ગામમાં ગ્રામ પંચાયતમા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જે મામલે ગામના સરપંચ ભીખુ નરસંગ ડાંગરે ગ્રામ પંચાયતના સભ્ય ગોપાલ ઉર્ફે ભરત મેતા જ્યારે તેની ઘંટી પર બપોરે કામ કરતા હતા તે દરમિયાન ગામના સરપંચ ભીખુ નરસંગ ડાંગરે ત્યાં પહોંચી ઝગડો કર્યો હતો અને તું કેમ બહુ પંચાયતના કામોમા સભ્યોને ચડામણી કરે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ધોકાથી માથા પર હુમલો કર્યો હતો.
ગોપાલને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ ગોપાલે સરપંચ વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવોની ફરીયાદ નોંધાવી છે.આ અંગો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો સામે સરપંચે પણ મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી હકીકત જાણવા ચક્રોગતિમાન કર્યો છે.
ઉલ્ખનીય છે કે લગદડીયા ગ્રામ પંચાયતમા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને સરપંચ તેમજ સભ્યોના બે જુથ પડ્યા હોવાનુ સુત્રો દ્રારા જણાવવામાં આવ્યુ હતું.જે મામલે સરપંચ અને સભ્ય વચ્ચે તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બંને વચ્ચે ઝગડો થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.