- સૌરાષ્ટ્ર દ્વારા અલગ હાઈકોની માંગણી કરાઇ
- ભ્રષ્ટાચારને લઈને તાત્કાલીક બદલીઓ કરાઈ: રાજેન્દ્ર ત્રિવેદી
- ભ્રષ્ટાચારીઓ ચેતી જજો
રાજકોટઃ રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટની મુલાકાતે (Rajendra Trivedi visits Rajkot) હતા, ત્યારે તેમને રાજકોટમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, અમદાવાદમાં મહેસૂલ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી (complaint Against corruption) હતી. આજે એ તમામ લોકોની અલગ અલગ જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિશે મારી સમક્ષ નાગરિકોની ફરિયાદ મળશે કે તુરંત જ આ મામલે આકરા પગલા લેવામાં આવશે. હાલ અમદાવાદમાં જે અધિકારીઓ સામે ફરિયાદ આવી છે, તે તમામ ઓફિસરોની તાત્કાલિક ધોરણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર વિરુધ્ધ કડક પગલા લેવાશે
રાજ્યના મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ તાજેતરમાં અમદાવાદમાં પોલીટેકનીક કેમ્પસમાં (Polytechnic campus Ahmedabad ) આવેલી મહેસુલ વિભાગની સ્ટેમ્પ ડ્યૂટી કચેરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળતા આ મામલાની તપાસ કરવા માટે કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કચેરીમાં અધિકારીઓ લાંચ લેતા હોવાની વાત સામે આવી હતી. આ તમામ અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા, ત્યારે શનિવારે આ મામલે રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે, જો લોકો અને નાગરિકો મારો સાથ સહકાર આપશે તો હું લાંચ મામલે કડક કાર્યવાહી કરીશ.
આ પણ વાંચો: Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી
સૌરાષ્ટ્ર દ્વારા અલગ હાઈકોર્ટ આપવાની માંગણી કરી
રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દ્વારા સૌરાષ્ટ્રને અલગ હાઈકોર્ટ આપવાની માંગણી (Demand separate Saurashtra High Court ) કેન્દ્ર સકરકાર પાસે કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રના લોકોને હાઇકોર્ટના કામ માટે અમદાવાદ જવું પડે છે, જેને લઈને મહેસૂલ પ્રધાને જણાવ્યું હતું કે, આ વિષય ખૂબ અઘરો છે. જ્યારે આ બાબત ઉપર ચર્ચા થશે ત્યારે તેનુ નિરાકરણ લાવવામાં આવશે. આ સાથે સુરત અને વડોદરાના લોકો પણ હાઇકોર્ટની અલગ માંગણી કરી રહ્યા છે.