ETV Bharat / state

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

author img

By

Published : Dec 2, 2020, 5:33 PM IST

Updated : Dec 2, 2020, 6:04 PM IST

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. કાલાવડ રોડ સ્થિત મોટામવા સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા અને અભયભાઈનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા.

rajya sabha
rajya sabha
  • અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
  • કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કવામાં આવી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા
    પરિવારની દીકરીએ ભારદ્વાજને આપી કાંધ

રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી તેમજ મુખ્યપ્રધાન રૂપાણીના બાળપણના મિત્ર એવા અભય ભારદ્વાજનું કોરોનાની 90 દિવસની સારવાર બાદ ચેન્નઈ ખાતે ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે અવસાન થયું હતું. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે તેમના અમીન માર્ગ પર આવેલા નિવાસ સ્થાને લાવામાં આવ્યો હતો. જેનો શહેરના કલાવડ રોડ ખાતે આવેલા નાના મૌઆ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા

મુખ્યપ્રધાન રૂપાણી અંતિમયાત્રામાં જોડાયા

કોરોનાની ગાઇડલાઈન પ્રમાણે હાલ અંતિમવિધિ માટે માત્ર 50 સભ્યોને જ હાજર રહેવાની પરવાનગી આપી છે. ત્યારે સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રા દરમિયાન પરિવારના 50 સભ્યો સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જોડાયા હતા અને સ્મશાન સુધી આવ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન સ્મશાને આવવાના હોવાથી માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

ભારદ્વાજનો પાર્થિવદેહ અમદાવાદથી રોડ મારફતે રાજકોટ લવાયો

ગઈકાલે ચેન્નઈ ખાતે અભય ભારદ્વાજનું નિધન થતાં તેનો મૃતદેહ વિમાન મારફતે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. જે સવારે 8 વાગે આવી પહોંચતા ત્યારબાદ રોડ મારફતે રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં 12 વાગ્યા બાદ અભય ભાઈનો પાર્થિવદેહ આવ્યો હતો અને તેને 3 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો.

પરિવારની દીકરીએ ભારદ્વાજને આપી કાંધ

અભય ભારદ્વાજની અંતિમ વિધિમાં કોવિડની ગાઇડલાઈન પ્રમાણે માત્ર પરિવારના 50 સભ્યો જ જોડાયા હતા. જ્યારે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નાના મૌઓ સ્મશાન ખાતે લાવવામાં આવ્યો ત્યારે ભારદ્વાજ પરિવારની દીકરીઓએ તેમને કાંધ આપ્યો હતો. જ્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ પણ તેમને કાંધ આપ્યો હતો. ત્યારબાદ તેમના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને અભય ભારદ્વાજનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

Last Updated : Dec 2, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.