જ્યારે રૂપિયા.500થી લઈને 1500 સુધીના ડુંગળીના ભાવ જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે 60 હજાર બોરીઓની ડુંગળીની આવક નોંધાઈ હતી. જે હજુ સુધી પુરી થઈ નથી. આ ડુંગળી પુરી થતાની સાથે જ યાર નવી ડુંગળીની આવક થશે. હજુ તો ગઇકાલે જ એક મણે ડુંગળીના રૂપિયા.700 થી 2 હજાર સુધીના ડુંગળીના ભાવ બોલાયા હતા. તે એક દિવસમાં ઘટી ગયા છે. જેને લઈને યાર્ડ ખાતે ડુંગળી લઈને આવેલ ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
રાજકોટ યાર્ડમાં ડુંગળી વહેંચવા આવતા ખેડૂતોની માંગ છે કે યાર્ડમાં હરાજી માત્ર એક જ જગ્યાએ થાય છે. સાથે જ જે ડુંગળી આવે છે, તે તાત્કાલિક વહેંચાતી નથી. જેને લઈને માલ પડ્યો પડ્યો બગડી જાય છે, જેને લઈને કંઈક વ્યવસ્થા સારી કરવી જોઈએ.