ETV Bharat / state

રાજકોટ: ગોંડલના જામવાળી પાસે કાર અકસ્માત, 2ના મોત અને 2 ઈજાગ્રસ્ત - death

રાજકોટ-ગોંડલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આજે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જામવાળી ગામ પાસે બેકાબુ કારે સામેની બાજુથી આવતા બાઈક સાથે તેમજ સ્કૂટરને અડફેટે લેતા બાઈકસવાર 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સ્કૂટરસવાર માતા-પુત્રને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો.

triple accident in rajkot-gondal national highway
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત
author img

By

Published : Feb 5, 2021, 5:16 PM IST

  • રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માત
  • બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત, માતા-પુત્ર ઈજાગ્રસ્ત
  • અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
    Two persons were killed in a car accident
    કારની ઠોકરે બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત

રાજકોટઃ રાજકોટ-ગોંડલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા પ્રથમ સ્કૂટરને અડફેટે લીધા હતા. ત્યારબાદ ડિવાઇડર કૂદી સામેથી આવતા બાઇકને પણ અડફેટે લઈ ફંગોળ્યું હતું. જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે સ્કૂટર પર સવાર માતા-પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સમગ્ર ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં ઘટનાસ્થળે દોડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત સર્જી કારચાલક ફરાર

અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. થોડા સમચમાં અકસ્માતના કારણે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જાયાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં ઘટનાસ્થળે દોડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.