રાજકોટ: આમ તો સમાજમાં અનેક એવા કિસ્સા બને છે જેમાં સંબંધોની હત્યા થાય છે. પણ જ્યારે જનેતાનું કાસળ કાઢનાર કુપુત્રની વિચારતા કરી દે એવી કહાણી સામે આવી છે. રાજકોટમાં એક એવો બનાવ સામે આવ્યો છે. જેમાં પુત્રએ જ માતાની હત્યા કરી છે. પરંતુ ત્યાર બાદ તે પોતે પણ આત્મહત્યા કરે છે. પુત્રએ માતાની હત્યા કેમ કરી તે પહેલા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો છે. જેમાં તે પોતાની આપવીતી જણાવે છે. ત્યાર બાદ પોતે આત્મહત્યા કરી લે છે. આ હાલ વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
માતા પુત્ર હોસ્પિટલમાં સારવાર: રાજકોટમાં એક અઠવાડિયા પહેલા શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગરમાં રહેતા સિકંદર લિંગડીયા નામના યુવાને પોતાની 80 વર્ષની માતાની બીમારીથી કંટાળી માતાની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. જ્યારે બંને માતા પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જે દરમિયાન આજે તેમનું મોત થતા ચકચાર મચી જવા પામે છે. જોકે આ પ્રકારનું કૃત્ય કરનાર પુત્રએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોતાના પરિવારજનોની પણ માફી માંગી હતી. પોતાની માતાની હત્યા કેમ કરી હતી તે પણ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે રાજકોટની ભક્તિનગર પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માતાની હત્યા કેમ કરી: શહેરના કોઠારીયા વિસ્તારના ઘનશ્યામ નગરમાં અમીનાબેન લીંબડીયા અને તેમનો પુત્ર સિકંદર લિંગડીયા વર્ષોથી રહે છે. એવામાં અમીનાબેનની ઉંમર 80 વર્ષની છે. તેઓ સતત બીમાર રહેતા હતા. જેના કારણે તેમનો પુત્ર સિકંદર ચિંતામાં રહેતો હોય ત્યારે એક અઠવાડિયા અગાઉ પુત્રએ પોતાની માતાની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે બંને માતા પુત્રોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આજે તેમનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં પુત્રએ માતાને ઝેરી દવા પીવડાવાની ઘટના સામે આવ્યા બાદ ભક્તિનગર પોલીસે મૃતક પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે માતા પુત્રના મોત થવાના કારણે પરિવારમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.
વિડિયો કર્યો વાઇરલ: સિકંદર લિંગડીયા નામના યુવકે આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તે પોતાના પરિવારજનોની માફી માંગી રહ્યો હતો અને જણાવી રહ્યો હતો કે મેં તેમના માટે કંઈ પણ કર્યું નથી. જેના કારણે તમે લોકો મને માફ કરી દો, તેમજ હું આપઘાત કરી રહ્યો છું અને માતાને પણ સાથે લઈ જઈ રહ્યો છું. અમે મા અને દીકરો બંને હવે જીવી શકે તેમ નથી.
માફ કરજોઃ જ્યારે હું મારી માતાને એકલા મૂકીને જઈ શકું એવું નથી. એના કારણે હું તેને સાથે લઈ જઈ રહ્યો છું. મારા ભાઈ અને ભત્રીજા માટે મેં કઈ કર્યું નથી. જેના કારણે મને માફ કરી દેજો. જ્યારે હું જતો રહીશ ત્યારબાદ મારી માતાનું કોણ ધ્યાન રાખશે. જેના કારણે હું તેની સાથે લઈ જઈ રહ્યો છું. જોકે આ યુવકે આપઘાત કરતા પહેલા વીડિયોમાં ઘટના અંગે પરિવારજનોને જણાવી રહ્યો છે. તે વીડિયો સોશિયલ મીડિયામાં યુવકે વાયરલ કર્યો હતો. જે હાલ સામે આવ્યો છે.