ETV Bharat / state

Rajkot News: રાજકોટ સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા - tyagavallabh swamy and sameer vaidya

રાજકોટમાં 33 કરોડના ઉચાપત કેસમાં સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા છે. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક તથ્યો સામે આવી શકે છે. કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

rajkot-sessions-court-rejects-anticipatory-bail-of-tyagavallabh-swamy-and-sameer-vaidya

author img

By

Published : Jun 27, 2023, 7:51 PM IST

ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન નામંજૂર

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય યુનિવર્સિટીમાં નાણાની ઊપાચત મામલે આજે રાજકોટ કોર્ટ દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના સાથી એવા સમીર વૈદ્યના જામીન અરજી નાંજૂર કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસ દ્વારા આગામી દિવસોમાં ત્યાગ વલ્લભ સ્વામી અને સમીર વૈદ્ય સહિતના આરોપીઓની આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

જામીન નામંજૂર થતાં તેમની મુશ્કેલીમાં વધારો: આ મામલે સ્વામિનારાણના સંપ્રદાયના પવિત્ર જાની દ્વારા રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. એવામાં હવે આ કેસના ત્યાગ વલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના જામીન નામંજૂર થતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

'ફરિયાદી પવિત્ર જાની વર્ષો સુધી હરિપ્રસાદ સ્વામીના પર્સનલ સેક્રેટરી રહ્યા છે.કોર્ટમાં અમારા દ્રારા દલીલ કરાઇ હતી કે આ કેસમાં પવિત્ર જાની તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરી રહ્યા હતા જેથી ફરિયાદ કરવામાં વિલંબ થયો છે તે વાત અસ્થાને રહેલી છે.કોર્ટે આ કેસમાં વધુ તપાસની માંગને ગ્રાહ્ય રાખી છે અને આગોતરા જામીન નામંજૂર કર્યા છે.' -તુષાર ગોકાણી, ફરિયાદી પવિત્ર જાનીના વકીલ

'આ કેસમાં 20 પાનાનો ચુકાદો આપતા કોર્ટે ટાંક્યું હતું કે આ કેસમાં બચાવ પક્ષના વકીલ દ્રારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે અપુરતા છે પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં ઉચાપાત મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ત્યારે હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાશે નહિ.તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.કે,વોરાએ દલીલ કરી હતી કે પોલીસ દ્રારા આ કેસમાં તપાસ ચાલી રહી છે.' -સરકારી વકીલ

પોલીસ કરી શકશે ગમે ત્યારે ધરપકડ: રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. પોલીસ દ્રારા અત્યાર સુધી આગોતરા જામીન અરજીની સૂનવણીની રાહ હતી પરંતુ હવે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ત્યાગવલ્લભની મુશ્કેલી વધી શકે છે.

  1. Rajkot News : ત્યાગવલ્લભ સ્વામીએ ભૂતિયા કર્મીઓ ઊભા કર્યા, બોગસ એકાઉન્ટમાં પૈસા નખાવી 33 કરોડની છેતરપિંડીનો આક્ષેપ
  2. MP News: બાગેશ્વર ધામના સમર્થનમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી, દેશને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની કરી માંગ

For All Latest Updates

TAGGED:

Rajkot News
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.