રાજકોટ: લોકડાઉન દરમિયાન તમાકુના વહેંચાણ પર પ્રતિબંધ છે. તેમ છતા પણ દેરડી કુંભાજીમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો છે.
ગોંડલ તાલુકા પોલીસના જમાદાર વિપુલભાઈ ગુજરાતી દેરડી કુંભાજી ગામે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ગણપતિના મંદિર પાસે વસંતભાઈ મોહનભાઈ રાણપરીયા પર શંકા જતા તેને અટકાવી તલાસ લીધી હતી.
આ ઈસમની તલાસ લેતા તેની પાસે બેગમાંથી બાગબાન 138 તમાકુ, સંભાજી બીડી, ચુનાના પાર્સલ, વિમલ તમાકુનો જથ્થો મળી આવતાં પોલીસે કુલ રૂપિયા 3000નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.