ETV Bharat / state

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ યથાવત, હવે કવિતા મામલે યોજાશે ધરણા - પ્રોફેસર મનોજ જોશી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે કવિતા લખનાર પ્રોફેસર મનોજ જોશીને સસ્પેન્ડ કરાયાં હતાં. જેઓને હવે પરત પણ લેવાયાં છે. તેમ છતાં વિવાદ શમવાનું નામ કેમ નથી લઇ રહ્યો જૂઓ.

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ યથાવત, હવે કવિતા મામલે યોજાશે ધરણા

author img

By

Published : Aug 19, 2023, 2:01 PM IST

વિવાદ શમવાનું નામ કેમ નથી લઇ રહ્યો

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદો ઊભા થઈ રહ્યા છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડ મામલે કવિતા લખનાર પ્રોફેસર મનોજ જોશી સાથે શૈક્ષિક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધરણા યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર મનોજ જોશી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ કૌભાંડો મુદ્દે કવિતા લખવામાં આવી હતી. ત્યારબાદ આ કવિતા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં પરંતુ તપાસ રિપોર્ટ આવ્યા બાદ ફરી મનોજ જોશીને નોકરી ઉપર પરત લેવામાં આવ્યા છે. જો કે આ વખતે મનોજ જોશીને ગુજરાતી ભવનના વડા બનાવવામાં આવ્યા નથી. જેને લઈને આ વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.

મનોજ જોશીનો ખુલાસો જ્યારે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર મનોજ જોશી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી સામે જે તપાસ સમિતિ રચવામાં આવી હતી. તે તપાસ સમિતિ દ્વારા સ્પષ્ટ રિપોર્ટ આપવામાં આવ્યો છે કે હું નિર્દોષ છું.

હું નિર્દોષ જાહેર થયા પછી મને હાજર કરવા માટેનો જે ઓર્ડર થયો એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેને મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તેમ છતાં છેલ્લા 15થી 20 દિવસથી ગુજરાતી ભવનના અધ્યક્ષ તરીકે હું કાર્યરત ના હોઉં તેવું વર્તન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરત ફરજ ઉપર લેવામાં આવ્યો હતો. જ્યારે હાજર રિપોર્ટમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે હું ગુજરાતી ભવનના પ્રોફેસર તેમજ અધ્યક્ષ તરીકે ફરજ ઉપર હાજર થાઉં છું. ત્યારે કોઈ અગમ્ય કારણોસર મારી સાથે આવા બનાવો બની રહ્યા છે. જ્યારે હવે આ મામલે આગામી સોમવારથી હું ગાંધીજીના માર્ગે પ્રતીક આંદોલન કરવાનો છું...પ્રોફેસર મનોજ જોશી(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

વીસીને રજૂઆત કરી છતાં તેઓ ન માન્યાં બીજી તરફ રાજકોટ શૈક્ષિક સંઘના પ્રમુખ કમલ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પણ પ્રકારની ઘટના બની તે દિવસથી જ શૈક્ષિક સંઘ મનોજ જોશીની સાથે રહ્યું છે.

જ્યારે પણ કોઈ પણ અધ્યાપકને અન્યાય થાય ત્યારે અમે તેને ન્યાય અપાવવા માટે લડીએ છીએ. ત્યારે આ ઘટનામાં જેવી જ અમને જાણ થઈ તેમ તાત્કાલિક અમે વીસી પાસે ગયા હતા. તેમજ તેમને આગ્રહ કર્યો હતો કે મનોજ જોશીનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે, જ્યારે મનોજ જોશીએ જે પણ કવિતા લખી હતી તેમાં કોઈનું નામ લખ્યું નહોતું અને જો કોઈની આ કવિતથી લાગણી દુભાણી હોય તો તેઓ ડેફીનેશનનો કેસ કરી શકે છે પરંતુ મનોજ જોશીને સસ્પેન્ડ કરી શકાય નહીં...કમલ મહેતા(પ્રમુખ,રાજકોટ શૈક્ષિક સંઘ )

મનોજ જોશીના ધરણાને સમર્થન શૈક્ષિક સંઘનું માનવું છે કે મનોજ જોશીને પરત ફરજ પર હાજર કર્યા બાદ તેમને અધ્યક્ષ ભવનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેના કારણે મનોજ જોશી હવે આ મામલે ધરણા કરવાનો નિર્ણય કર્યો છે જેને અમે સમર્થન આપવાના છીએ.

  1. Saurashtra University Strife : સસ્પેન્શન નિર્ણયને પડકારશે પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય, કુલપતિનો ખુલાસો
  2. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડ પર કવિતા લખવાનો મામલો, પ્રોફેસર મનોજ જોશીએ માંગી માફી!
  3. Saurashtra University: "કોઈ ફસાયા કેસમાં તો કોઈ થયા સસ્પેન્ડ" : કવિતા લખનારા ગુજરાતી ભવનના હેડ પોતે જ થયા સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.