ETV Bharat / state

Navratri 2023: રાસમાં પણ રામ, રાજકોટમાં રમાશે રામના સ્ટેપ પર ગરબા - dandiya classes navratri 2023

"સાથિયા પુરાવો માડી, દિવડા પ્રગટાવો આજ, આજ મારે આંગણે પધારશે મા ભગવતી"...નવલી નવરાત્રી હવે થોડા જ દિવસમાં આવી રહી છે. ત્યારે રાજકોટના ખૈલયાનો નવરાત્રીમાં અનોખો પ્રેમ જોવા મળ્યો છે. માતાજીની આરાધના સાથે ભગવાન શ્રી રામની ભક્તિ કરતા રાજકોટના ખૈલયા જોવા મળ્યા છે. રાજકોટમાં ભગવાન રામના નામના સ્ટેપ તૈયાર કરવામાં આવ્યા છે. જેને જોઈને તમે પણ ભક્તિમાં તલ્લીન થઈ જશો.

રાસમાં પણ રામ, રાજકોટમાં રમાશે રામના સ્ટેપ પર ગરબા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 1:43 PM IST

રાસમાં પણ રામ, રાજકોટમાં રમાશે રામના સ્ટેપ પર ગરબા

રાજકોટ: "કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં, માડી તારા આવવાના એંધાણ થયા".... નવરાત્રીના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં નવરાત્રીને લઈને ગરબામાં અવનવા સ્ટેપ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં દાંડિયા ક્લાસીસ ચલાવતી એક સંસ્થા દ્વારા ભગવાન રામના નામનો રાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ રાસમાં ત્રણ જેટલા સ્ટેપ રાખવામાં આવ્યા છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એવામાં ટૂંક સમયમાં જ રામ મંદિર પણ ખુલ્લું મૂકવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટમાં ભગવાન રામના નામના સ્ટેપ તૈયાર કરવામાં આવ્યા છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

"જ્યારે આ વર્ષે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ રામ મંદિરને ભાવિક ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. જેને ધ્યાનમાં રાખીને મે આ નવા ગરબા સ્ટેપનું નિર્માણ કર્યું છે. આ ગરબા સ્ટેપ ખેલૈયાઓ રમતા હોય તે દરમિયાન ઉપરથી ભગવાન શ્રીરામનું નામ લખેલું દેખાય છે. સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. એવામાં આ ગરબા દ્વારા પણ વિશ્વભરમાં સનાતન ધર્મનો પ્રચાર થાય તે માટે મેં આ પ્રકારના ગરબા સ્ટેપનું નિર્માણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત રાજકોટમાં ભગવાન શ્રીરામના નામના સ્ટેપના ગરબા જોવા મળી રહ્યા છે. જેને લઇને લોકોમાં પણ ઉત્સુકતા સર્જાય છે."-- ચંદ્રેશ ગઢવી (રામના નામના ગરબા સ્ટેપ તૈયાર કરનાર)

ત્રણ સ્ટેપમાં તૈયાર કરવામાં આવ્યા ગરબા: ભગવાન રામના નામના ગરબા ત્રણ સ્ટેપમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેના પર ખેલૈયાઓ દોઢિયું અને ફ્રી સ્ટાઈલમાં રાસ રમે છે અને છેલ્લા સ્ટેપમાં પ્રણામની મુદ્રામાં સૌ કોઈ ઊભા રહે છે. પ્રણામની મુદ્રાથી ભગવાન શ્રીરામને નમન પણ કરવામાં આવે છે. જ્યારે અ ગરબા થકી ભારતીય સંસ્કૃતિ, રીતભાત પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. સફેદ કલરનો કુર્તો. ટી શર્ટ, નારંગી કલરની ઓઢણી અને બ્લુ કલરનું જીન્સ અને સલવાર એમ ત્રણ ક્લરનો ડ્રેસકોડ રખાયો છે. તેમજ જ્યારે ખેલૈયાઓ આ રાસ રમતા રમતા ભગવાન શ્રી નામના નામનો ઉચ્ચારણ પણ કરશે અને ભક્તિમય વાતાવરણ બને તે પ્રકારે આ ગરબા રમવામાં આવનાર છે. એવામાં 100 જેટલા ખેલૈયા હાલ આ સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી દરમિયાન રાજકોટના વિવિધ ગરબા સ્થળોએ ભગવાન રામના નામના ગરબા પણ જોવા મળશે.

  1. Navratri 2023 : બેસૂરા બનેલા તબલાઓના સૂર પાછા લાવતા જૂજ કારીગર, પેઢી દર પેઢી કારીગરો ઘટ્યા પણ ધંધો નહીં
  2. Navratri 2023 in Kutch : ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલા સહિત ઇમરજન્સીને પહોંચી વળવા ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ગોઠવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.