ETV Bharat / state

Rajkot Murder Case: જુગારની રમત બાબતે યુવાને હથિયારના ઘા મારી કરાય હત્યા - Youth murder case in Jamnagar Road

રાજકોટમાં ફરી એકવાર તીક્ષણ હથિયાર યુવાનની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Rajkot Youth murder case)

Rajkot Murder Case: જુગારની રમત બાબતે યુવાને હથિયારના ઘા મારી કરાય હત્યા

author img

By

Published : Feb 6, 2023, 1:32 PM IST

Updated : Feb 6, 2023, 2:22 PM IST

રાજકોટ : રાજ્યમાં હવે સામાન્ય બાબતે હત્યાને અંજામ આપવો તે મામૂલી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા 25 વારીયા કવાર્ટર નજીક એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતા યુવકની હત્યા કરવામાં આવી હતી.

યુવાન
યુવાન

આ પણ વાંચો : Ahmedabad Double murder : લાકડા કાપવા ગયેલી દેરાણી જેઠાણી ઘરે પરત ન ફરી, મળ્યા મૃતદેહ

2ની ધરપકડઃ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફરી એકવાર રંગીલુ રાજકોટ રક્તરંજીત ભયનો માહોલ ફેલાયેલો છે. જોકે આ યુવાનની હત્યાની ઘટના સામે આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે વધુ તપાસ પોલીસે શરૂ કરી હતી.

થયો હતો ડખ્ખો : શહેરના જામનગર રોડ ઉપર આવેલા 25 વારિયા કવાર્ટરમાં સોહિલ રજાકભાઈ મેમણ નામના યુવાનોની ત્રણ જેટલા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ જુગાર રમવા જેવી બાબતે આ શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી. જેમાં સોહિલ મેમણ નામના યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પછી એનું તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો : Murder case in Rajkot : રંગીલું રાજકોટ રક્તરંજીત થયું, મનપાના કર્મીને છરીના ઘા મારી કરાઇ હત્યા

ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ : જામનગર રોડ ઉપર હત્યાની ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ હતી. જ્યારે મામલે હત્યા કરનાર ત્રણ શખ્સોની શોધખોળ પણ પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હજુ ચાર દિવસ પહેલા જ રાજકોટના થોરાળા વિસ્તારમાં પણ એક યુવકની છરીના ઘા મારીને હત્યા નીપજાવામાં આવી હતી. જે મામલે આઠ શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરી એક વખત રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં આ પ્રમાણે હત્યાના બનાવો સામે આવતા પોલીસ પણ તાત્કાલિક પગલાં ભરીને આરોપીઓની શોધખોળ કરે છે.

Last Updated : Feb 6, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.