રાજકોટ: લોકો ઈર્ષાના વ્યક્તિ કારણે કંઇ પણ કરી બેસતા હોય છે. તે સમયે સામે વાળું કોણ છે તેમની સાથેના સંબધો કેવા છે તે જોતા નથી. પરંતુ ઈર્ષાના કારણે લોકો વિરોધમાં કંઇ પણ કરી બેસતા હોય છે. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે. જેમાં ધંધાકિય હરીફાઈમાં મોબાઇલની દુકાનમાં દેશી બોમ્બ મુકાવી કરાયો છે.
દુકાનમાં ભારે નુકસાની: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં એક અઠવાડિયા પહેલા શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. જે મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ત્યારે હવે આ મામલે સામે આવ્યું છે કે મોબાઈલની દુકાનમાં દેશી બોમ્બ બનાવીને મૂકવામાં આવ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મોબાઇલની દુકાનમાં ભારે નુકસાની થઈ હતી. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા બોમ્બ મૂકી જનાર મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ છે.
ઘટનાની જાણ પોલીસને: દુકાનમાં વસ્તુ લેવાના બહાને બોંબ મૂક્યો હોવાની વિગત મળી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ગુજરાત મોબાઈલ નામની દુકાન આવેલી છે. જ્યારે એક મહિલા સાંજના સમયે મોબાઇલની દુકાનમાં મોબાઇલ કવર લેવા માટે આવે છે. પોતાની પાસે રહેલો થેલો મોબાઇલમાં દુકાનમાં જ ભૂલીને જતી રહે છે. બીજા દિવસે આ મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવે છે. જેને લઇને દુકાનદારને શંકા જતા તેની આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
તપાસ કરવામાં આવી: જ્યારે પોલીસની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું કે, દુકાનમાં રાખવામાં આવેલી થેલીની અંદર રમકડા હતા અને આ બેટરી વાળા રમકડાના કારણે સ્પાર્ક થયો હતો. દુકાનમાં આગ લાગી હતી. પરંતુ હવે આ મામલે FSL ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે મોબાઈલની દુકાનમાં દેશી બનાવટી બોમ્બ રાખવામાં આવ્યો હતો. જે બ્લાસ્ટ થયો હતો. જોકે રાજકોટમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો Rajkot Police : જિલ્લામાં સાઈબર ક્રાઈમ અટકાવવા ખાખીનો માસ્ટર પ્લાન
ત્રણ લોકોની કરી ધરપકડ: મોબાઈલની દુકાનમાં દેશી બોમ્બ મૂકીને બ્લાસ્ટ કરવાની ઘટનામાં પોલીસે દ્વારા કાલારામ ચૌધરી તેનો સાળો શ્રવણ ચૌધરીએ ધંધાકીય હરીફાઈમાં કાવતરું ઘડ્યું હતું. ડોલી પઢીયાર નામની મહિલાને રમકડામાં વોઇસ રેકોર્ડિંગ થાય છે. તેમ કહીને ગુજરાત મોબાઇલની દુકાનમાં બોમ્બ મુકાવ્યો હતો. ત્યારબાદ આ દુકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. જોકે સમગ્ર મામલે હવે પોલીસે આ મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમજ આ મામલે વધુ પૂછપરછ શરૂ છે. જોકે રાજકોટમાં દેશી ટાઇમ બોમ્બ બનાવવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે દ્વારા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.