રાજકોટ : ગોંડલના બિલિયાળા નજીક આવેલી રાધે હોટલ પાસે, પાન એગ્રી એકસપોર્ટની પાછળ અવધ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં SMCએ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાત્રીના ખૂલ્લા પ્લોટમાં ટ્રકમાં ટમેટાના ભરેલા કેરેટની આડમાં બુટલેગરોનું દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, તે દરમિયાન SMC એ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
દારુ રાખવા માટે જગ્યા નાના પડી : રાજકોટ શહેર અને જીલ્લામાં બુટલેગરોનો વધતો તરખાટ રોકવા SMC છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરી રહી છે. ગોંડલથી વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં SMC ને સફળતા મળી છે. જેને લઈ હવે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે. દરોડામાં ગોંડલ તાલુકામાં SMC દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દરોડાનો મુદ્દામાલ રાખવા રૂમ ટૂંકો પડ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં પહેલા માળે રૂમમાં દારૂ રાખવાની ફરજ પડી છે.
દારુના ધંધામાં સામેલ કોણ કોણ : ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દરોડામાં અલ્તાફ ઉર્ફે, તૌસિફ ઉર્ફે, રિયાઝ ઉર્ફે પિન્ટુ, ટ્રક નંબર RJ-09-GB-1145માં દારૂનો જથ્થો ભરી લાવનાર ટ્રક ડ્રાઈવર, ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મોકનાર, વિજય કાઠી, રાણા રબારી, કાનભા, હરપાલસિંહ જાડેજા, આઝાદ હેરંજા ઉર્ફે, ઈમરાન બેલીમ, હરુન સતાર કરટે, રાજુ સહિત અન્ય 6 શખ્સો દારૂ કટિંગ સમયે ભાગી છૂટ્યા હતા. જેમાં અલ્તાફ ઉર્ફે 6 આંગળી અને રિયાઝ ઉર્ફે પિન્ટુ બન્ને શખ્સો રાજકોટના લિસ્ટેડ બુટલેગરમાં નામ જાહેર કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણાના નામો ખુલે તેવી પણ વિગતો સામે આવી રહી છે.
4 શખ્સોની અટકાયત : SMCના કર્મચારીઓએ વિદેશી દારૂની 12,084 બોટલ કિંમત 53,68,140, સાત ફોન 51,100, એક ટ્રક 20,00,000, બે આઇસર 18,00,000, બે બોલેરો પિકઅપ 10,00,000, એક ટાટા 407 ટેમ્પો 5,00,000, ટમેટા ભરવાના કેરેટ 190 નંગ કિંમત 1900, રોકડ 19,830 સહિત કુલ 1,07,41,370 મુદામાલ સાથે 4 આરોપી મહેબુબ રફીકભાઈ મીર, ઈલિયાસ હુસેનભાઈ કૈડા, અલ્તાફ દાઉદભાઈ ઠેબા અને સોયબ રજાક ઓડિયા ઝડપી પાડ્યા છે. હાલ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
- Ahmedabad Crime : નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી, પોલીસે બિહારમાં વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન
- Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર
- Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે