ETV Bharat / state

Rajkot Leopard Terror: રાજકોટમાં દીપડાએ ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી - દીપડાના આતંકના કારણે ત્રણ વર્ષની બાળકીનો જીવ ગયો

રાજકોટના ઉપલેટ ગામમાં ત્રણ વર્ષની બાળકીને એક દીપડાએ ફાડી ખાધી હતી. બાળકી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા અગાઉ આ મામલે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી હતી છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટના ઉપલેટ ગામમાં ત્રણ વર્ષની બાળકીને એક દીપડાએ ફાડી ખાધી હતી

author img

By

Published : Jan 30, 2023, 4:16 PM IST

રાજકોટના ઉપલેટ ગામમાં ત્રણ વર્ષની બાળકીને એક દીપડાએ ફાડી ખાધી હતી

રાજકોટઃ ઉપલેટ ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષની બાળકીને એક દીપડાએ ફાડી ખાધી હતી. ગ્રામજનો દ્વારા આ મામલે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરાઈ હતી.

દીપડાએ લીધો બાળકીનો જીવ: ત્રણ વર્ષની બાળકીને દીપડો ઉપાડી ગયો હતો. જેનો અવાજ આવતાં આજુબાજુના શ્રમિકોએ બુમાબુમ કરી હતી. જેના કારણે દીપડો બાળકીને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. બાળકી ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટર દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે બાળકીનો પરિવાર તેના મૃતદેહને લઈને રાજકોટ ખાતે આવી પહોંચ્યો હતો. જેમાં બાળકના શરીરનું હવે ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Chhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો

સારવાર દરમિયાન બાળકીનું મોત: ઘટના અંગે મેરવદર ગામના પ્રકાશભાઈ કરડાણીએ જણાવ્યું હતું કે મારી વાડીમાં કામ કરતા નરવેલભાઈ ખરાડીનો પરિવાર ગઈકાલે રાબેતા મુજબ ખેતમજૂરી કરી રહ્યો હતો. ત્યારે ત્રણ વર્ષની બાળકી લક્ષ્મી પણ અહીં રમી રહી હતી. એવામાં આ બાળકીને અચાનક દીપડા જેવું જનાવર આવીને ઉપાડી ગયો હતો. જેનો અવાજ આવતા ખેતરમાં રહેલા બીજા શ્રમિકોએ બુમાબુમ કરી હતી. જેના કારણે દીપડો બાળકીને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. જે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ડોકટર દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Panther in Surat : મસાડમાં દીપડાએ કોઠારમાં ઘૂસી બે વાછરડાંનો શિકાર કર્યો

સ્થાનિકોમાં રોષ: જ્યારે ગામમાં દીપડાના આતંકના કારણે ત્રણ વર્ષની બાળકીનો જીવ જતાં આ મામલાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. જેને લઈને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક તપાસ માટે હોસ્પિટલ ખાતે આવવા રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટ ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. એવામાં ગ્રામજનો દ્વારા આ મામલે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી હતી છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.