રાજકોટઃ વર્ષ 2020-21ના કુલ રૂ.24.47 કરોડના બજેટને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. જો કે આ વર્ષે જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની હોવાથી પંચાયત સદસ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પાસે ગ્રાન્ટ વધુ ફાળવવાની માગ કરી હતી. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેઠક દીઠ રૂ 25 લાખ વધુની ગ્રાન્ટ ફળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીને સદસ્ય હેતલબેન ગોહિલ દ્વારા સરકારમાં પરત મોકલવાનો પ્રસ્તાવ પણ સભામાં મૂકવામાં આવ્યો હતો.