રાજકોટ: રંગીલા રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં શ્વાન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને કરડી ખાવાની ઘટના સામે આવી રહી છે. શહેરના ભક્તિનગર વિસ્તારમાં એક વૃદ્ધ રસ્તે ચાલીને શરાફી મંડળીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કામગીરી ઉપર સવાલો: વૃદ્ધના પગના ભાગે શ્વાને બચકા ભર્યા હતા. જે ઘટનામાં વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં શ્વાનના આતંકના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને કોર્પોરેશનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વૃદ્ધ શરાફી મંડળીમાં જઇ રહ્યા હતા.
પગમાં બચકું: આ ઘટનામાં ભોગ બનેલા ઠાકરશીભાઈ નાગજીભાઈ લીંબાસીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભક્તિનગર સર્કલ વિસ્તારમાં તેઓ મંડળીમાં રસ્તે ચાલીને જઈ રહ્યા હતા. એવામાં શહેરના ગાયત્રી મંદિર નજીક શ્વાન મારા પગમાં બચકું ભરવામાં આવ્યું હતું. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે આ ઘટનામાં વૃદ્ધના પગના ભાગે ત્રણ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.
છેડો ખેંચવામાં આવ્યો: ચાર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. શહેરના ભક્તિનગર વિસ્તારમાં રખડતા શ્વાનનો ભોગ એક વૃદ્ધ બનતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં આજે ભક્તિનગર વિસ્તારમાં રખડતા શ્વાનનો ભોગ એક વૃદ્ધા બન્યા હતા. ત્યારે આ અગાઉ શહેરના આજીડેમ વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા બાઈક ઉપર જઈ રહેલા દંપતીના પાછળની ભાગેથી મહિલાની સાડીનો છેડો ખેંચવામાં આવ્યો હતો. જે ઘટનામાં મહિલા નીચે પડતા તેમને માથામાં હેમરેજ થવાના કારણે મોત થયું હતું. ત્યારે વધુ એક વખત રખડતા શ્વાન દ્વારા વૃદ્ધના પગના ભાગે બચકા ભરવાની ઘટના સામે આવ્યા બાદ શહેરમાં કોર્પોરેશનની શ્વાન પકડવાની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.