રાજકોટ : ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં 105 જેટલા વિવિધ ચેક ડેમો, તળાવો અને નાના નાના સરોવરોનું નિર્માણ તેમજ સમારકામ કરવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ રાજ્યમાં સારો વરસાદ આવતા 105 ડેમોમાંથી 80 ટકા ડેમો હાલ પાણીથી ભરાઈ ગયા છે. જેનો લાભ સ્થાનિકોને મળી રહ્યો છે, ત્યારે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં વધુમાં વધુ ચેક ડેમો બને તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
4 કરોડથી વધુનો ખર્ચ કર્યો : સૌરાષ્ટ્રની સૌથી મોટી જો સમસ્યા હોય તો તે પાણીની સમસ્યા છે. એવામાં રાજકોટના ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આવેલા ચેક ડેમો, સરોવરો, તળાવોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારબાદ કેટલા સરોવરો, તળાવ અને ચેક ડેમોનું સમારકામ કરવાની જરૂરિયાત છે. તેમજ કેટલાક નવા નિર્માણ કરવાની જરૂરિયાત છે. તે અંગેની રજૂઆત સરકારને કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા આ મામલે ચોક્કસ આવતા ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પોતે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આ ચેકડેમ સ્થળો તળાવો અને સરોવરોનું સમારકામ તેમજ નિર્માણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 105 જેટલા નાના નાના સરોવરો તળાવો અને ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષથી ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારીથી ચેક ડેમ સરોવરો અને તળાવોનું નિર્માણ તેમજ સમારકામ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 105 જેટલા ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કામ પાછળ અંદાજે 3 કરોડથી વધુનો ખર્ચ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. જ્યારે ભારતીય કિસાન સંઘનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ હતો. તે દરમિયાન મેં ચેકડેમ અંગે વારંવાર સરકારને રજૂઆત કરી હતી, પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતા અમે લોક ભાગીદારીથી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા મહદઅંશે દૂર થાય તે માટે આ કામ શરૂ કર્યું છે. - દિલીપ સખીયા (પ્રમુખ, ગીર ગંગા ટ્રસ્ટ)
50 હૈરાઇડ્સ બિલ્ડિંગને થયો લાભ : આ અંગે નાના મૌવા વિસ્તારમાં રહેતા નીતિન દુધાણીયા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 600 ફૂટ પાણી અંદર જતું રહ્યું હતું. જ્યારે અહીંયા ટ્રસ્ટ દ્વારા 15થી 20 ફૂટનો નાનો ડેમ બનાવવામાં આવ્યો છે. જેના કારણે પ્રથમ વરસાદમાં જ આ ડેમ ભરાઈ ગયો હતો, ત્યારે અમારા આસપાસના જે બોર છે. તેમાં પણ પાણીના સ્તર ઉંચાવ્યા છે. જેના કારણે હવે આગામી એક વર્ષ સુધી અમને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ડેમ બનાવવા પાછળ અંદાજે 70 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે લોક ભાગીદારીથી આ ડેમ બનાવવામાં આવ્યો છે.