રાજકોટ: જેતપુર તાલુકાના વિરપુર ગામના જલારામ નગરમાં રહેતા કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલા જેતપુર સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજના સમયે પોતાના ઘરે જલારામ નગર વિસ્તારમાં પરત આવતા હતી. પોલીસ રીપોર્ટ અનુસાર, આ દરમિયાન રસ્તામાં એક સુમસામ અવાવરું ખેતર જેવી જગ્યામાં તેણીની કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. પછી ત્યાંથી નાસી ગયાની વીરપુર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી મૃતક કંચનબેન પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં પગલાં લીધા હતા. પોલીસે આરોપીને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કરીને હત્યારાને ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
વીરપુર સ્થાયી થવા આવ્યા: આ હત્યા અંગે મળતી માહિતી અનુસાર થોડા વર્ષ પૂર્વે ફરીયાદી ગોવિંદભાઈ વાઘેલા પોતાની પત્ની કંચનબેન સાથે જેતપુર ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો ત્યારે આરોપી નારણ કેશુભાઈ ડાલિયાનો પાડોશી હતો. એ સમયથી તે પ્રેમ સંબંધ બાંધવા માટે કંચનબેન નજરમાં રાખતો હતો. નારણે ત્યાં સુધી પીછો ન છોડ્યો. એ પછી તે વીરપુર સુધી એમની પાછળ આવ્યો હતો. કંચનબેન એના પરિવાર સાથે વીરપુર સ્થાયી થવા આવ્યા હતા. એ પછી તેનો પીછો કરતો રહ્યો હતો.
ઘટનાસ્થળે મોતઃ પોલીસ રીપોર્ટ અનુસાર હત્યાના બનાવના દિવસે કંચનબેન જેતપુર એક કારખાનામાંથી મજૂરી કામ પતાવી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે આરોપી નારણે તેણીનો પીછો કરી રસ્તામાં અવાવરું જગ્યાએ તેણી પર ધારદાર હથિયાર વડે હુમલો કરી આરોપીએ મહિલા હાથ, માથા તેમજ ગળાના ભાગે ઘા મારી દીધા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળ પર પહોંચી મૃતકને પોસ્મોટમ માટે વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હત્યારાના સગડ મળતા પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી હત્યાનો આરોપી એક વાહનમાં બેસીને નાસી જવાની ફિરાકમાં હતો. એ સમયે જ પોલીસે તેને પકડી લીધો હતો.
પોલીસે લીધા પગલાંઃ આ અંગે એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નું દ્વારા કરવામાં આવેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, મૃત મહિલાના પતિએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પત્ની જેતપુર ખાતે મજુરી કામ અર્થે જતી હોય જેમાં રસ્તામાં આવતા હતા તે દરમિયાન અવાવરું જગ્યા ઉપર હત્યા કરી નાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ હત્યાની ઘટનામાં નારણભાઈ કેશુભાઈ હાલિયા એ વ્યક્તિ એમની પત્નીને બીજા પહોંચાડેલ અને મોત નિપજાવેલ એવી ફરિયાદ આપતા તેનો ગુનો નોંધી લીધો હતો. આ સાથે અન્ય વિગત પણ સ્પષ્ટ કરી છે.
"હત્યારાને મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધવાની ઈચ્છા હતી. જે બાબતે હથિયારો મહિલા કામેથી ઘરે આવતી હતી. ત્યારે અવાવરું જગ્યા ઉપર મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દઈ દીધા હતા"-- હિંગોળદાન રત્નું (એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક)
હેરાન પરેશાન કરતાઃ એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નું આપેલી માહિતી અનુસાર હકીકત મોટી જાણવા મળી છે. ફરિયાદ પ્રમાણે કે આ પોતે જેતપુર રહેતા હતા. નદીના સામે ભાદર નદીના સામે વિસ્તારમાં રહેતા હતા, પરંતુ થોડા સમયથી વીરપુર ખાતે રહેવા આવ્યા હતા. તેઓ જેતપુર રહેતા હતા ત્યારે તેમની બાજુમાં રહેતા વ્યક્તિને મૃતક મહિલા સાથે કોઈપણ પ્રકારે સંબંધ બાંધવો હતો. આ બાબતે તે વારંવાર હેરાન કરતો હતો. આ બાબતમાં ત્રસ્ત થઈને બતક મહિલાના પરિવાર સહિત સૌ કોઈ વીરપુર ખાતે રહેવા માટે આવી ગયા હતા.
ગુનો દાખલઃ હત્યારાને મૃતક મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધવાની ઈચ્છા હતી. જે બાબતે હથિયારો મહિલા કામેથી ઘરે આવતી હતી. ત્યારે અવાવરું જગ્યા ઉપર મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દઈ દીધા હતા. એક તરફી પ્રેમમાં વિકૃત બનેલા વ્યક્તિએ એક પરિવાર માંથી એક માતા અને એક પત્નીને છીનવી લીધી છે. જે બાબતે પોલીસે હત્યારા ને ઝડપી લીધો છે. અત્યારે સામે આઈપીસી 302, 324, તથા એસ્ટ્રોસિટી એક્ટ કલમ 3,(2)(5), જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. જેમાં હાલ આ કેસની તપાસ એસી એસટી નાયબ પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નું ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો