ETV Bharat / state

Rajkot Honey Trap case : હનીટ્રેપમાં ફસાયેલા વ્યક્તિને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે બચાવ્યો, આરોપીઓએ પડાવ્યા આટલા રૂપિયા - ભક્તિનગર પોલીસ મથક

રાજકોટમાં હનીટ્રેપમાં ફસાયેલા વ્યક્તિને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે બચાવ્યો હતો. આરોપીઓએ વ્યક્તિને ખોટી રીતે ફસાવી બ્લેકમેલ કરવાની ધમકી આપી તેમની પાસેથી 55,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોલીસનો ( rajkot honey trap accused) સહારો લીધો હતો.

હનીટ્રેપમાં ફસાયેલા વ્યક્તિને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે બચાવ્યો, આરોપીઓએ પડાવ્યા 55,000 રૂપિયા

author img

By

Published : Jan 19, 2023, 12:27 PM IST

રાજકોટ શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. અહીં ફરિયાદીને લગ્નની લાલચ આપી હનીટ્રેપમમાં ફસાવવામાં આવ્યો હતો. અહીંથી તેમનું અપહરણ કરીને આરોપીઓ લઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ બળજબરીથી ફરિયાદી પાસેથી 55,000 રૂપિયા રોકડ કઢાવી લીધા હતા. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે. હાલ ક્રાઈમબ્રાન્ચ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો Honey Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો

લગ્નની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યો રાજકોટમાં એકલવાયું જીવન જીવતા આધેડને 5 મહિના અગાઉ સોનલ પટેલ નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. તેને લઈને સોનલે આધેડને ફરી પાછા લગ્ન સંસાર માંડવાની વાત કરી હતી. જ્યારે આડેધે પણ લગ્ન કરવાની હા પાડી હતી. ત્યારબાદ સોનલ પટેલ તેની સાથે એક યુવતી જાનકી ઉપરાને સાથે લઈ ગઈ હતી અને આધેડને તેના ઘરે લગ્ન સંબંધ કરાવવાના બહાને છોકરી બતાવી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime: હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો,આવું હતું કાવતરૂ

બળજબરીથી કઢાવ્યા 50,000 ત્યારબાદ જાનકી અને આધેડ બેઠા બેઠા વાતો કરતા હતા. તે દરમિયાન આ ઘટનાના વીડિયો અને ફોટો જિતુદાન જેસાણી અને ચિરાગ ભરવાડે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. ત્યારબાદ આધેડને માર મારવામાં આવ્યો હતો અને તેમની પાસેથી 50,000 રૂપિયા બળજબરીથી ATMમાંથી કઢાવી લીધા હતા.

ફોટો વિડીયો વાયરલ કરવાની આપી ધમકી આરોપીઓએ આધેડને માર મારીને તેમની પાસેથી પૈસા કઢાવ્યા હતા. ત્યારબાદ આધેડના ઘરમાં રહેલો સામાન વેરવિખેર કરીને 5,000 અન્ય એમ કુલ 55,000 રૂપિયા લીધા હતા. જ્યારે આરોપીઓએ આધેડને ધમકી આપી હતી એ બે દિવસમાં વધુ 45,000 આપવા પડશે. જો આ પૈસા નહીં આપે તો જાનકી ઉપરા દ્વારા તેમના ફોટો અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે આધેડે પોલીસનો સહારો લેતા ક્રાઈમબ્રાન્ચે 2 મહિલા સહિત 3ની ધરપકડ કરી હતી.

2 મહિલા સહિત ત્રણની ધરપકડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સોનલ દામજીભાઈ ભંડેરી, જાનકી કનકભાઈ ઉપરા, જિતુદાન ઉર્ફ ભૂરો જિતુ બાણીદાન જેસાણીની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનાનો ચોથો આરોપી ચિરાગ ઉર્ફ લાલો ભરવાડ તે પકડવાનો બાકી છે. આ સમગ્ર મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આ મામલે રાજકોટની ભક્તિનગર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાનકી ઉપરા અને જિતુ જેસાણી વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.