ETV Bharat / state

Rajkot Crime: રંગીલા રાજકોટમાં તાંત્રિક વિધિથી છેતરપિંડી, પોલીસે આરોપીને દબોચી લીધો - Rajkot Crime news

લોકો પાસેથી વિધિ કરવાના બહાને રોકડ રકમ પડાવી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરનાર વ્યક્તિને રાજકોટ પોલીસે દબોચી લીધો છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો.ભોગ બનનાર મહિલા પાસેથી રૂપિયા 2,73,799 જેટલી રકમ મેળવીને છેતરપિંડી કરી હતી.

Rajkot Crime: રંગીલા રાજકોટમાં તાંત્રિક વિધિ કરીને માનસિક અશાંતિ દૂર કરવાના બહાને છેતરપિંડી કરનાર આવ્યો પોલીસ સકંજામાં

author img

By

Published : May 22, 2023, 9:33 AM IST

રાજકોટ: મોરની કલગી અતરંગી હોચ છે. પરંતુ હવે તો છેતરપિંડી પણ અતરગી થઇ ગઇ છે. છેતરપિંડીના અનેક નવા નવા નુસકા સામે આવી રહ્યા છે. કામ ન કરવા સીધી રીતે પૈસા મેળવીને આરામ ફરમાવો લોકોને વધુ પસંદ આવી રહ્યો છે. રાજકોટમાં પણ છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુજરાતી ચેનલમાં તાંત્રિક વિધિની જાહેરાત આપી માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી આરોપી લોકોને ફોંસલાવતો હતો. ભોળા લોકોને વિધિ કરવાના બહાને રોકડ રકમ પડાવતો હતો. પોલીસે હાલ આ આરોપીને દબોચી લીધો છે.

પોલીસ ફરિયાદ: રાજકોટ શહેરની ભક્તિનગર પોલીસે ગત તારીખ 17 એપ્રિલના રોજ છેતરપિંડીનો ભોગ બનનાર ભાવનાબેન કનુભાઈ વાઘેલા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં નોંધાયેલ માહિતી અનુસાર માનસિક અશાંતિ રહેતી હોય જેને લઈને ઘરમાં ગુજરાતી ચેનલમાં એક ચમત્કારી તાંત્રિક જ્યોતિષની જાહેરાતમાં તાંત્રિક વિધિથી બધી સમસ્યાઓનો નિકાલ કરી તેમની સમસ્યાઓ દૂર કરવામાં આવશે.

પૈસા પડાવવાની યોજનાઃ માધ્યમમાં મોટી જાહેરાત જોતા તેમના દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ તેમની પાસેથી પૈસા પડાવી તેમજ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરતા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો હતો. જેમાં ઈશ્વર રાધાવલ્લભભાઈ જોશી નામના 24 વર્ષ આ વ્યક્તિને ઝડપી પાડી પોલીસ શકન જામા લીધો છે.

" ગુજરાતી ચેનલમાં તાંત્રિક વિધિ કરી માનસિક શાંતિ મેળવવા અર્થે આ તાંત્રિકને તેમને ફોન કર્યો હતો. જે બાદ આ ઈશ્વર રાધાવલ્લભભાઈ જોષી નામનો ચમત્કારી તાંત્રિક જ્યોતિષ બાબાએ આ મહિલાને માનસિક અશાંતિ દૂર કરી ઘરની બધી મુશ્કેલીઓ દૂર કરી આપવાનો વિશ્વાસ અપાવી અલગ-અલગ તારીખોમાં મહિલા પાસેથી કુલ રૂપિયા 2,73,799 જેટલી રકમ મેળવ્યા હતા. તે બાદ પોલીસ ફરિયાદ કરતા જેમાં પોલીસે આ વ્યક્તિ સામે ipc ની કલમ IPC 406 તેમજ 420 મુજબનો ગુનો દાખલ કરેલ હતો. જે બાદ આ તાંત્રિક દ્વારા પોતાનો ફોન બંધ કરી દીધો હોવાનું સામે આવ્યું હતુ" -- ભાવનાબેન વાઘેલા (ભોગ બનનાર મહિલા)

કાયદેસરની કાર્યવાહી: સમગ્ર બાબતની અને આ પ્રકારના ગુનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર બાબતે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરનાર વ્યક્તિની તપાસ તેમજ તેમને ઝડપવા માટેની તજવીજ કરી રહ્યા હતા. ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ દ્વારા પોલીસને માહિતી મળી હતી કે, આ તાંત્રિક હાલ રાજસ્થાનના પાલી શહેર ખાતે રહે છે. જેથી ભક્તિનગર પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઝડપી લેવા માટે રાજસ્થાનના પાલી શહેર ખાતે ગયા હતા.

  1. Rajkot Crime Case: જેલ સુરક્ષા સામે ફરી સવાલ, મળ્યા મોબાઈલ અને તમાકુંની પડીકી
  2. Rajkot News : રાજકોટ જામનગર હાઇવે પર જીવલેણ અકસ્માત, ચાર લોકોના મોત
  3. Rajkot Airport Security: પીધેલાની ધમાલ, રોડના બદલે રનવે પર રીક્ષા દોડાવી દીધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.