રાજકોટમાં અત્યાર સુધીમાં 3646 ધંધાર્થીઓએ આ વ્યાજ માફી યોજનાનો લાભ લીધો છે. તેમજ મહાનગરપાલિકાએ પણ અંદાજીત રૂપિયા 3.30 કરોડનું વ્યાજ માફ કર્યું છે. જ્યારે આ યોજના અંતર્ગત મનપાને રૂપિયા 4.21કરોડની આવક થઈ છે. રાજકોટમાં 60 હજારથી વધુ નાનામોટા ધંધાર્થીઓ સામે માત્ર 3646 જેટલા વેપારીઓએ જ વ્યવસાય વેરો ભર્યો છે.
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ અંદાજીત 11,586 જેટલા બાકીદારો પાસેથી નાણાં વસૂલવા માટે નોટિસ ફટકારી છે. તેમજ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વ્યવસાય વેરો ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે.