રાજકોટ : રાજકોટની ભાગોળે પાંચ કિલોમીટર દૂર આવેલા ભીચરી માતાનું અનોખું મંદિર આવ્યું છે. આ મંદિરે એક કિલો મીઠું અને સાત લપસીયાની માનતા રાખવામાં આવે છે. જે અહીં આવતા દર્દીઓના દુઃખ દૂર કરે છે. જ્યારે પ્રમાણમાં અહીં ભીચરી માતાના દર્શને આવે છે અને પોતાને જે પણ રોગ હોય તેની માનતા રાખે છે. તેમજ એક કિલો મીઠાની માનતા રાખી હોય તેની જગ્યાએ બે કિલો મીઠું ચડાવે છે અને મંદિરમાં આવેલા પથ્થર પર સાત લપસીયા ખાય છે એટલે ભક્તોના તમામ રોગ અને દુઃખ દર્દ દૂર થાય છે.
આ છે ભીચરી માતાનો મંદિરનો ઇતિહાસ : લોકવાયકા પ્રમાણે અહીં આ મંદિર સાડા પાંચ હજાર વર્ષો જૂનું આ મંદિર છે. આ ખોડિયાર માતા છે પણ તેઓ અહીં ભીચરી માતા તરીકે જ ઓળખાય છે. જ્યારે કોઈપણ દર્શનાર્થીઓ અહીં મંદિરે માતાજીના દર્શન માટે આવે અને કોઈ માનતા પણ હોય તો પણ ફરજીયાત એક લપચીયુ આ ભક્તને ખાવું પડે છે. રાજકોટની ભાગોળે આવેલ આ મંદિર ખાતે રાજકોટ સહિત દેશ વિદેશથી પણ લોકો પણ ભીચરી માતાના દર્શને આવી રહ્યા છે. તેમજ અહીં માતાજી પણ ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર કરે છે. ખાસ રવિવારે ભીચરી માતાના મંદિરે ભક્તો મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.
7 લપસીયા ફરજીયાત ખાવા પડે છે : આ અંગે ભીચરી માતાના દર્શન માટે આવેલ મનીષા ડોબરિયાએ ETVને જણાવ્યું હતું કે, ભીચરી માતાના મંદિરે સાત લપસીયા ખાવા પડે છે. જેમાં પગના દુખાવા, કમરના દુખાવા સહિતના દુખાવાના દુઃખ દૂર થાય છે. તેમજ માતાજીને આપણે મીઠું માનવાનું હોય છે, જેટલું મીઠું માનતામાં માનેલું હોય તેનું ડબલ માતાજીને ચડાવવામાં આવે છે. જ્યારે આ માનતા પૂર્ણ થયા બાદ સાત લપસીયા ફરજીયાત ખાવા પડે છે. ત્યારબાદ જ માનતા પુરી થઈ ગણાય છે.
આ પણ વાંચો : Sai Baba Temple in Ahmedabad:અમદાવાદમાં એવું મંદિર કે જ્યાં માત્ર ગુરુવારે દર્શન કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે.
ભીચરી માતાની મનોકામનો : આ અંગે મંદિરના પૂજારી પિન્ટુ બાપુએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા કોઈ પણ જાતની તકલીફ લઈને માણસો આવે જેમ કે ધોળા દાગ, કાળા દાગ, મસા, હરસ, ખરજવું, ગુમડા સહિતના કોઈપણ રોગ લઈને આવે સને ભીચરી માતાને એક કિલો મીઠું ચડાવવાની માનતા રાખીને બે કિલો મીઠું ચડાવે તેની તમામ મનોકામના ભીચરી માતા અહીં પૂર્ણ કરે છે. જ્યારે કોઈપણ વ્યક્તિ અહીં માનતા રાખે એટલે પહેલા સાત વાર લપચીયા ખાવા પડે છે અને પછી જ તે માનતા લઈ શકે છે. ભક્તો અહીં માતાજીના ઓનલાઈન અને સોશિયલ મીડિયા મારફતે પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે.