- 23માર્ચથી 1 એપ્રિલ બંધ રહ્યું
- 2 એપ્રિલથી યાર્ડ શરૂ થશે
- યાર્ડમાં શુક્રવારથી ફરી અલગ અલગ જણસીની મોટા પ્રમાણમાં આવકો થશે
રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડ 23માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રાખવાનો સત્તાધિશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો હતો એટલા માટે યાર્ડમાં આવક બંધ કરી દેવામાં આવી હતી. હવે 2 એપ્રિલથી રાબેતા મુજબ યાર્ડ શરૂ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં શુક્રવારથી ફરી અલગ અલગ જણસીની મોટા પ્રમાણમાં આવકો થશે.
આ પણ વાંચોઃ રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી
યાર્ડ બહાર પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી
યાર્ડમાં શુક્રવારથી જણસોની મબલક આવક જોવા મળશે. ઘઉં, ચણા, ધાણા, જીરું, લસણ સહિતની શિયાળુ જણસની મોટા પ્રમાણમાં આવકો થશે. માર્ચ એન્ડિગના કારણે 8 દિવસથી યાર્ડમાં આવકો અને હરાજી બંધ હતી. શુક્રવારે આવકો થશે અને હરાજી થશે. યાર્ડ બહાર પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી.
આ પણ વાંચોઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો
કેટલી આવકનો અંદાજ
ચણા 50 હજાર ગુણી, જીરું 50 હજાર મણ, ધાણા 50 હજાર ગુણી, ઘઉ 1 લાખ મણ, લસણ 10 હજાર મણ, મરચા 10 હજાર ભારીની આવક જોવા મળી હતી.