રાજકોટ વધુને વધુ સ્માર્ટ અને સ્વચ્છતા તરફ આગળ વધે તે માટે મહાનગપાલિકા દ્વારા અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તેમજ આ પ્રોજેક્ટ થકી ઘણી બધી સામગ્રીઓ પણ વિકસાવવામાં આવી છે. જેને લઈને મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા
બુધવારના રોજ શહેરના ભાવનગર રોડ તરફ આવેલ સોલિડ વેસ્ટની ઓફિસના સ્ટોર રૂમમાં જનતા રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન અહીં સ્ટોર રૂમમાંથી નવી નવી કચરા પેટી, મોબાઈલ ટોઇલેટ સહિતની જાહેર માર્ગો પર મુકવામાં આવતી ચીજ વસ્તુઓ ધૂળ ખાતી જોવા મળી હતી. બીજી તરફ ઓફીસની બહાર કમ્પાઉન્ડમાં ચેકીંગ કરતા અહીં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોલતો ખાલી મળી આવી હતી. જેને લઈને મનપા સ્ટાફ પણ ઘેરામાં આવી ગયો હતો.