રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સજા (Punishment students cheated University exam) ફટકારવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન અલગ અલગ રીતે ચોરી (students cheated in Saurashtra University exam) કરતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. જેમાંથી આજે 52 જેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.
50 જેટલા વિદ્યાર્થીઓને સજા: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકઝામીનેશન ડીસીપ્લીનરી કમીટીની બેઠક આયોજીત કરવામાં આવી છે. જેમાં કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવે છે અને ત્યારબાદ યોગ્ય લાગે તો સજા ફટકારવામાં આવે છે. પરીક્ષા દરમિયાન કુલ 95 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા છે. જેમાંથી આજે 52 જેટલા વિદ્યાર્થીઓનું બોલાવવામાં આવ્યા હતા, તેમાંથી 50 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ સજા કરવામાં આવી છે. આવતીકાલે વધુ 43 વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: મેયરના બંગલા પાછળ વર્ષમાં કરોડોનો ખર્ચો, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નહીં : AAPના કોર્પોરેટર
ઉત્તરવહીમાં મૂકી 10 રૂપિયાની નોટ: આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓ દરમિયાન સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને આ મોનિટરિંગ દરમિયાન પણ ઘણા બધા કોપી કે સ્વામી આવ્યા છે. જ્યારે આ વખતે પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં 10 રૂપિયાની નોટ મૂકીને મૂલ્યાંકન કરનાર અધ્યાપકને વિનંતી કરી છે. આ સાથે જ ઘણા કેસમાં ડમી વિદ્યાર્થીઓ પણ પકડાયા છે. આ તમામ કેસોની સુનવણી કરવામાં આવી રહી છે. તેમજ વિદ્યાર્થીઓને પણ સાંભળવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: જામનગર ડેન્ટલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
પરીક્ષામાં ચોરીનો વીડિયો વાઈરલ: જ્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન રાજકોટની પીડીએમ કોલેજમાં એક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન મોબાઇલ માંથી વિડીયો બનાવ્યો હતો. જ્યારે તે કાપલી સાથે ચોરી કરતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જે મામલે યુનિવર્સિટી દ્વારા કોપીકેસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિદ્યાર્થીના ભવિષ્ય અંગેનો નિર્ણય પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે. આ સાથે જ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી મોબાઇલ લઈને કેવી રીતના પ્રવેશ્યો આ તમામ બાબતોની તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે.