રાજકોટઃ રાજ્યમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓને પરીક્ષા અંગે ઘણી ચિંતા હોય છે. તેમ જ અનેક પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. આવામાં રાજકોટના બાલભવન ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટેના એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો JEE Mains Exam Result: સુરતનું ચોંકાવનારું પરિણામ, 99.99 ટકા સાથે નિશ્ચય અગ્રવાલ સિટી ટોપર
બેચેની અને અનિદ્રા જેવા અનેક પ્રશ્નોઃ આ કાર્યક્રમમાં ભાગ લેનારી લાલ બહાદૂર શાસ્ત્રી સ્કૂલની ધોરણ 12માં સાઈન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિશા દૂધરેજિયાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાના કારણે અમને બેચેની, અનિદ્રા અને ખૂબ જ ચિંતા થતી હતી. જ્યારે આ કાર્યક્રમમાં અમને મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસરે પોઝિટિવ એનર્જી આપવામાં આવી છે. એટલે અમને લાગી રહ્યું છે કે, હવે અમે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે સારા ટકા પણ લઈને આવશું.
કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા નહોતી આપીઃ આ અંગે વિદ્યાર્થિની સાનિયા સાંગાણીએ જણાવ્યું હતું કે, હું બોર્ડમાં પ્રથમ વખત ધોરણ 12 સાઈન્સની પરીક્ષા આપવાની છું. એટલે મને છેલ્લા ઘણા સમયથી એવું લાગતું હતું કે, હું સારા માર્ક્સ લઈને આવીશ કે નહીં. તેમ જ આ અંગે મને ઘણી ચિંતા થતી હતી. કારણ કે, ધોરણ 10માં બોર્ડની પરીક્ષા અમે કોરોનાને કારણે આપી નહોતી. આ માટે અમારી સ્કૂલ દ્વારા કાઉન્સેલિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમને પોઝિટિવ એનર્જી આપવામાં આવી હતી અને અમે બોર્ડની પરીક્ષા હવે ભયમુક્ત રીતે આપી શકીશું.
આ પણ વાંચો Congress Protest: પરીક્ષા લઈ શકે એવો એક પણ અધિકારી સરકાર પાસે નથી, પેપર લીક મામલે કૉંગ્રેસનો વિરોધ
વિદ્યાર્થીઓ પર વાલીઓનું પણ ખાસ દબાણ: ડો. જોગસણઃ આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગશણે જણાવ્યું હતું કે, મનોવિજ્ઞાન ભવન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારની પહેલ કરી છે, જેમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને જે પરીક્ષા અંગેની ચિંતા હોય તે મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરીને દૂર કરી શકાય તે અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં શહેરની લાલ બહાદૂર શાળાના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં કર્મે ચિંતા વધી જવી, અનિદ્રા થવી, બ્લડપ્રેશર વધી જવા જેવા વિવિધ પ્રશ્નો આવ્યા છે. તેમ જ મુખ્યત્વે વાલીઓનું પણ બાળકો પર દબાણના પ્રશ્નો હોવાના કારણે તેમનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ ઓન માંગણી કરી હતી.