- હુલ્લડ કરાવાના ઈરાદે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી
- સોશિયલ મીડિયામાં રિવોલ્વર, છરી, તલવાર સાથે ફોટા વાઇરલ કરાયા
- 6 શખ્સો વિરુદ્ધ IPC કલમ 153, 114 મુજબ ગુનો નોંધાયો
રાજકોટ: ફેસબુક એકાઉન્ટ પર ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરવા બદલ ગોંડલ સિટી પોલીસના PSI ડીપી ઝાલાએ ફરિયાદી બની નીરવ અકબરી, ધવલ પાંભર , જીતુ મેઘાણી , કૃણાલ પટેલ , સચિન વેકરીયા , તેમજ ડી નામના શખ્સો વિરુદ્ધ IPC કલમ 153, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
6 શખ્સો દ્વારા સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરવામાં આવી
ગોંડલ પોલીસે ઉપરોક્ત ફરિયાદ અન્વયે FIR માં નોંધ કરી હતી કે ગોંડલમાં 'યુદ્ધ એ જ કલ્યાણ' ગૃપના લીડર નિખિલ દોન્ગા વિરુદ્ધ ગુના નોંધાયા હતા ત્યારબાદ ઉપરોક્ત શખ્સો દ્વારા તોફાન અને હુલ્લડ કરાવવા બાબતે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી જે ધ્યાને આવતા તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.