ETV Bharat / state

રાજકોટ જિલ્લાનાં 600 માંથી 593 ગામો બન્યા મેલેરિયામુક્ત - જિલ્લા આરોગ્ય વિભાગ

કોરોના કાળ વચ્ચે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન મેલેરિયાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. જૂન મહિનામાં મેલેરિયા નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2015માં રાજકોટ જિલ્લામાં 900 જેટલા કેસ હતા. જે ઘટીને ગત વર્ષે માત્ર 89 થતા 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2015માં 390 ગામો મેલેરિયા મુક્ત હતા.

રાજકોટ જિલ્લાનાં 600 માંથી 593 ગામો બન્યા મેલેરિયામુક્ત

author img

By

Published : Jun 13, 2021, 10:42 PM IST

  • રાજકોટ જિલ્લામાં 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો
  • ચાલુ વર્ષે મેલેરિયાના 8 કેસો નોંધાયા
  • ગત વર્ષે 593 ગામોમાં મેલેરિયાનો એકપણ કેસ નહી

રાજકોટ: કોરોનાની સાથે જિલ્લાનાં ગામડાઓમાંથી મેલેરિયા નાબૂદ કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જૂન મહિનામાં મેલેરિયા નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ મહિનાને મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. જેમાં, જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાનાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ, આરોગ્ય વિભાગની કામગીરીને લઈને રાજકોટ જિલ્લાના 600 પૈકી 593 ગામ મેલેરિયા મુક્ત બની ચૂક્યા છે. ચાલુ વર્ષે તમામ ગામોમાંથી મેલેરિયાનો ખત્મ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાનાં 600 ગામમાંથી 593 ગામો બન્યા મેલેરિયામુક્ત

આ પણ વાંચો: વલસાડમાં અત્યારસુધી કુલ 21 હજારથી વધુ મેલેરિયા ટેસ્ટ થયા

મેલેરિયા નાબૂદ કરવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી

મેલેરિયા જૂન મહિનો મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનામાં મેલેરિયા નાબૂદ કરવા માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ઘરે-ઘરે પહોંચીને તાવનાં કેસોની શોધ કરે છે. આ ઉપરાંત, જે-તે ઘરના ટાંકા વગેરેની તપાસ કરીને તેમાં મચ્છરની ઉત્પત્તિ રોકવાની દવાનો છટકાવ કરવામાં આવે છે. આ સાથે, ગામનાં ખાડા અને ખાબોચિયામાં પણ દવાઓ છાટવામાં આવે છે. ત્યારે, મોટા તળાવોમાં મેલેરિયાનાં પોરાનો નાશ કરી શકે તેવી માછલી મુકવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: અરવલ્લીમાં મેલેરિયા સંબંધિત ખતરો ધરાવતા 12 ગામમાં દવાનો છંટકાવ કરાયો

રાજકોટ જિલ્લાના 900 માંથી 89 કેસ નોંધાયા

સમગ્ર મામલે જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્યાય Etv Bharat સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગત વર્ષે જાન્યુઆરીથી મેં મહિના વચ્ચે માત્ર 9 મેલેરિયા કેસો નોંધાયા હતા. ચાલુ વર્ષે 8 કેસો નોંધાયા છે. વર્ષ 2015માં રાજકોટ જિલ્લામાં 900 જેટલા કેસ હતા. જે ઘટીને ગત વર્ષે માત્ર 89 થતા 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2015માં 390 ગામો મેલેરિયા મુક્ત હતા. જેની સામે ગતવર્ષે 593 ગામોમાં મેલેરિયાનો એકપણ કેસ નોંધાયો નહોતો. હાલ તમામ ગામોમાંથી મેલેરિયા નાબૂદ થાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. જો લોકો પણ સહકાર આપશે અને મચ્છરની ઉત્પત્તિને રોકવાના પ્રયત્નોમાં ભાગીદાર બનશે તો ચાલુ વર્ષે જ મેલેરિયા સંપૂર્ણપણે નાબૂદ થશે તે નિશ્ચિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.