ETV Bharat / state

CCTV : રિક્ષાની ઠોકરે બાઈકચાલક જમીન પર પટકાયા , પાછળથી આવતો ટ્રક માથા પર ફરી વળ્યો - મોરબીમાં રોડ અકસ્માત

મોરબીના પીપળી રોડ પર સવારના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર યુવાનને રીક્ષાએ ઠોકર મારતા જમીન પર પટકાયા હતા અને પાછળથી આવી રહેલા ટ્રકનું વ્હીલ માથા પરથી ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

morbi
CCTV : રોડ અકસ્માતમાં યુવાનનું મોત
author img

By

Published : Jul 9, 2021, 5:22 PM IST

  • રોડ ક્રોસ કરતા ડબલ સવારી બાઈકને નડ્યો અકસ્માત
  • અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
  • મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

મોરબી : પીપળી રોડ પર અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડબલ સવારી બાઈક સવારને રીક્ષા સાથે ટક્કર થતા બંને યુવાનો પડી ગયા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકનું વ્હીલ બાઈકમાં પાછળ બેઠેલ યુવાન પર ફરી વળતા કરુણ મોત થયું હતું.

CCTV : રોડ અકસ્માતમાં યુવાનનું મોત

મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી બાઈકમાં બે વ્યક્તિ સવાર હતા જેમાં બાઈકચાલકનો આબાદ બચાવ થયો હતો તો બાઈકમાં પાછળ બેસેલ વ્યક્તિનું મોત થયું હતું. મૃતકની ઓળખ મેળવવા તેમજ ફરિયાદ નોંધવા મોરબી તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો તો અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.