ETV Bharat / state

રસ્તાનું રિપેરિંગ કરવા રસ્તા ઉપર ઉતર્યા કેબિનેટ પ્રધાન, રાહદારીઓએ અનુભવી રાહત - રસ્તાઓ ઉપર ખાડા

રાજકોટઃ ચોમાસાના કારણે મોટાભાગના રસ્તાઓ ચંદ્રની ધરતી સમાન બન્યા છે. માર્ગો પર પડેલા ખાડાઓથી રાહદારીઓ પરેશાન થયા છે. આ વચ્ચે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ખરાબ રસ્તા ઉપર પહોંચી જઈ તાત્કાલીક રિપેરિંગ કામ શરુ કરાવ્યુ હતું. જસદણ-રાજકોટ વચ્ચેના હાઈવેનું સમારકામ થવાથી વાહનચાલકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

રસ્તાનું રિપેરિંગ કરવા રસ્તા ઉપર ઉતર્યા કેબિનેટ પ્રધાન,રાહદારીઓએ અનુભવી રાહત
author img

By

Published : Sep 15, 2019, 3:07 PM IST

ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા હતાં. રાજકોટ સહિતના આસપાસના ગામોના રસ્તાઓ ઉબડખાબડ થયા હતાં. વીંછીયા, જસદણથી રાજકોટ જવાનો હાઈવે બિસ્માર થવાથી વાહનચાલકોની સ્થિતિ કફોડી બની હતી.

રસ્તાનું રિપેરિંગ કરવા રસ્તા ઉપર ઉતર્યા કેબિનેટ પ્રધાન, રાહદારીઓએ અનુભવી રાહત

રવિવારે રાજ્યના કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. બાવળિયાએ જ્યાં ખાડા પડયા હતાં ત્યા પહોંચી PWDના અધિકારીઓને બોલાવ્યા હતાં. અધિકારીઓના માથે ઉભા રહી રસ્તાનું રિપેરિંગનુ કામ શરુ કરાવ્યુ હતુંં..

તેમના આ ઓન ધી સ્પોટ એક્શનથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ગણતરીના કલાકોમાં જ રસ્તાની મરામત થઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકો ખુશ થયા હતાં.

Intro:Approved By Dhaval Bhai

કુંવરજી બાવડિયાએ જસદણ-રાજકોટ હાઇવે પર તાત્કાલિક અધિકારીને બોલાવી ગાબડા બુરાવ્યાં

રાજકોટઃ ચોમાસામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર રોડ રસ્તાઓ પર મોટામોટા ગાબડા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ સહિતના આસપાસના ગામોમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને રાજકોટ જિલ્લાના જસદણ વીંછીયા પંથકના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટપ્રધાન કુવરજી બાવડિયા પણ રોડ રસ્તા મામલે મેદાને આવ્યા છે. તાજેતરમાં ભારે વરસાદ બાદ વીંછીયા,જસદણ,આટકોટથી રાજકોટને જોડતા માર્ગ પર રસ્તાઓ પર મસમોટા ગાબડા પડ્યા હતા. જેને લઈને બાવડિયાએ રસ્તા પર જઈને તાત્કાલિક PWDના અધિકારીને બોલાવ્યા હતા. તેમજ રસ્તાનું સમાર કામ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા મામલે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કુંવરજીભાઇ દ્વારા વિસ્તારવાસીઓને મુશ્કેલી ન સર્જાય તે માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી.Body:Approved By Dhaval Bhai
Conclusion:Approved By Dhaval Bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.