- કોરોનાના કારણે ગત વર્ષ પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું
- સુરેન્દ્રનગર NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત
- પૂરક પરીક્ષા લેવા અને પરીક્ષા કેન્દ્રો ફાળવવા માગ
રાજકોટઃ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતકના વિદ્યાર્થીઓની કોરોનાકાળમાં પરીક્ષા યોજાઈ કોરોનાના કારણે ગત વર્ષ પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું હતું, ત્યારે આજરોજ રાજકોટ અને સુરેન્દ્રનગર NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જો સેમેસ્ટર 5 અને 6ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવા અને પરીક્ષા કેન્દ્રો ફાળવવા માગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના એક્સ્ટર્નલ વિદ્યાર્થી માટે પરીક્ષા કેન્દ્રો ફૂલ થઈ જતા વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવામાં આવે તેવી માગ સાથે સુરેન્દ્રનગર NSUIએ રજૂઆત કરી હતી.
આપણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતકના વિદ્યાર્થીઓની કોરોનાકાળમાં પરીક્ષા યોજાઈ
સુરેન્દ્રનગરમાં જ પરીક્ષા કેન્દ્રો ફાળવવાની માગ
રાજકોટ યુનિવર્સિટીમાં બહારગામથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોરોનાને લીધે સરકારી વાહન વ્યવહાર ગામડામાં ન મળતું હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થતા હોવાથી સુરેન્દ્રનગરમાં જ પરીક્ષા કેન્દ્રો ફાળવવાની માગ કરી હતી.