ETV Bharat / state

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

author img

By

Published : Oct 14, 2021, 1:07 PM IST

દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. તેવામાં તહેવાર સમયે તેલના ખાદ્યતેલના ભાવમાં ઘટાડો આવતા ગૃહિણીઓને રાહત થઈ છે. તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં રૂ. 50થી લઈને 70 સુધીનો ઘટાડો થતા જોવા મળી રહ્યો છે.

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર  તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો
  • ખાદ્યતેલના ભાવમાં રૂ. 50થી લઈને 70 સુધીનો ઘટાડો
  • તહેવાર સમયે તેલના ભાવમાં ઘટાડો આવતા ગૃહિણીઓને રાહત
  • દિવાળી પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત

રાજકોટઃ દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. એવામાં હજુ પણ દેશમાંથી કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી. અને દેશનું અર્થતંત્ર પણ કોરોનાના કારણે રાબેતા મુજબ શરૂ થયું નથી.ત્યારે સામાન્ય લોકો મોંઘવારીના મારને કારણે પીસાઈ રહી છે. ત્યારે મોંઘવારીનો માર સહન કરતી જનતા માટે તહેવાર ટાણે એક મહત્વના સમાચાર કહી શકાય છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં રૂ.50થી લઈને રૂ70 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આ સમયે થોડી રાહત થશે. જ્યારે અગાઉ ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો હતો તેવામાં ખાદ્ય તેલના ભાવો ઘટતા લોકોને થોડી રાહત થઈ છે.

ડ્યૂટીના દરના ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો
દેશમાં આયાત ડ્યૂટીના દરના ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં મુખ્ય તેલ એટલે કે સિંગ અને કપાસિયા તેલ બંનેમાં રૂપિયા 20થી 30 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સાઈડ તેલમાં પામોલીન અને વનસ્પતિ ઘીના ભાવમાં પણ રૂ. 75 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. સિંગતેલમાં રૂ. 25 ઘટ્યા હોવા છતાં ડબ્બાનો ભાવ રૂ. 2,500ની સપાટીએ છે. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ. 2,355 થયા છે. આ સાથે જ પામોલીન તેલ રૂ. 55 ઘટી જતા તેનો ભાવ ડબ્બે રૂ.1,975 થયા છે. તહેવાર સમયે તેલના ભાવમાં ઘટાડો આવતા ગૃહિણીઓને રાહત થઈ છે.
યાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક શરૂ થઈ

એક અનુમાન એવું પણ માનવામાં આવે છે કે, હવે ચોમાસુ પૂર્ણતાના આરે છે. એવામાં યાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. આવા સમયે આયાત ડ્યૂટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યું છે. જેનું સીધુ જ નુકસાન ખેડૂતોને થવાનો અંદાજ છે. તેલના ભાવ ઘટવાથી કાચા માલની ડિમાન્ડ ઘટશે અને કાચા માલના ભાવ નીચા જશે. જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળશે નહીં. જ્યારે સરકાર દ્વારા પણ દિવાળી બાદ જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે, પરંતુ કેટલાક ખેડૂતો દ્વારા પોતાની મગફળી યાર્ડમાં સારા ભાવ મળતા હોવાના કારણે વેચી નાખતા હોય છે.

વિવિધ તેલના લુઝ ભાવ આ પ્રમાણે

સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1,425 થી 1,450 સુધી, કપાસિયા વોશનો ભાવ રૂ.1,350- 1,355 , પામનો ભાવ રૂ.1,190-1,192, કંડલા સોયારિફાઈનો ભાવ રૂ.1,270-1,275 સુધી બોલાયો હતો. સિંગતેલ લૂઝ અને કપાસિયા વોશમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. ક્યારે દશેરા અને દિવાળી પૂર્વે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં સામાન્ય જનતાને થોડી રાહત અનુભવાશે.

આ પણ વાંચોઃ વેક્સિન લો અને એક લીટર ખાદ્ય તેલ ફ્રી મેળવો : AMC
આ પણ વાંચોઃ તમે જે તેલનો ઉપયોગ ભોજનમાં કરો છો એ ભેળસેળવાળું તો નથી ને? આ 2 રીતથી કરો ચકાસણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.