ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી કોંગ્રેસમાં લેવા માટે કોર્પોરેટરો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ વિપક્ષી નેતા વશરામ સગઠિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી રાજકોટમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ ગત વિધાનસભાની ચુંટણીમાં તેઓ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા.
જેમાં તેમનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષના આંતરીક વિવાદોને લઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.