ETV Bharat / state

લાખોના ખર્ચે બનાવેલા જેતપુર બસ સ્ટેશનમાં સુવિધાના નામ પર મીંડુ - Rajkot News

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલા એસટી બસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી રહી છે અને તાજેતરમાં જ જેતપુરમાં લાખોના ખર્ચે બનાવેલા નવા બસ સ્ટેશનમાં સુવિધાના નામ પર મીંડુ સાબિત થઈ રહ્યું છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Mar 6, 2021, 9:03 PM IST

  • જેતપુર શહેરમાં આવેલા ST બસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા લાપરવાહી
  • જેતપુરમાં લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું બસ્ટેશન
  • નવા બસ સ્ટેશનમાં સુવિધાના નામ પર મીંડુ

રાજકોટઃ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલા ST બસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ઘોર લાપરવાહી દાખવવામાં આવી રહી છે અને તાજેતરમાં જ જેતપુરમાં લાખોના ખર્ચે બનાવેલા નવા બસ સ્ટેશનમાં સુવિધાના નામ પર મીંડુ સાબિત થઈ રહ્યું છે.

જેતપુરમાં નવા બસ સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ

અહીં બપોરે ગરમીમાં પણ બસ સ્ટેશનના પંખા બંધ રાખવામાં આવે છે. એસ.ટી.કેન્ટીનના સંચાલકોને લાભ પહોંચાડવાના હેતુથી પીવાના ઠંડા પાણી માટે ફ્રીઝર હોવા છતાં બંધ રાખવામાં આવે છે. આવારા તત્વોનો અડ્ડો સાબિત થઈ રહ્યું છે. જેતપુરનું ST બસ સ્ટેશન પીવાનું શુદ્ધ પાણી ન મળતા મુસાફરોને ન છૂટકે ST બસ સ્ટેશનની કેન્ટીનમાં એક લીટરની પાણીની બોટલના 20 રૂપિયા ફરજિયાત ચૂકવવા પડે છે અને આજુ-બાજુના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીઓ તેમજ નોકરી અર્થે આવતા મહિલાઓને પણ અહીં બસ સ્ટેશનમાં તેમજ બસ સ્ટેશનની આજુ-બાજુમાં બાઈક લઈને રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો હેરાન પરેશાન કરતા હોવા છતાં પોલીસ દ્વારા આવા તત્વો વિરુદ્ધ પગલાં લેવાતા ન હોવાનો આક્ષેપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ સહમંત્રી પવનભાઈ ઓઝાએ આક્ષેપ કર્યો હતો.

રાજકોટ

બસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન

બસ સ્ટેશનમાં નશામાં ધૂત અસામાજિક તત્વો પડ્યા પાથર્યા રહે છે. અમુક અસામાજિક તત્વો દ્વારા એસ.ટી બસ સ્ટેશનમાં ખિસ્સા કાપવાના અનેક બનાવો બનતા હોવા છતાં જેતપુર એસટી ડેપો મેનેજર દ્વારા આવા અસામાજીક તત્વોને હટાવવા માટે કોઈ પગલા ભરવામાં આવતા નથી તેમજ બસ સ્ટેશનમાં આવેલા ટોયલેટમાં સરકારી ધારાધોરણ પ્રમાણે વપરાશકર્તા પાસેથી એક રૂપિયો જ લેવાનો હોય છે. જેની જગ્યાએ પાંચ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે અને આ ચાર્જ રાત્રી દરમિયાન 10 રૂપિયા ઉઘરાવવાનું શરૂ કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલું ટોયલેટ 24 કલાક બંધ હાલતમાં જોવા મળે છે. બસ સ્ટેશન આસપાસ ખાનગી વાહનોને મુસાફરો લેવા મુકવા માટે કલેક્ટરે જાહેરનામું ફર્મ આવેલું હોવા છતાં એસ.ટી બસ સ્ટેશન બહાર ખાનગી વાહનોનો ખડકલો જોવા મળે છે. જેના કારણે ઘણીવાર એસ.ટી.બસ સ્ટેશનમાં અવર-જવર કરતી એસટી બસોને પણ અડચણ ઊભી થાય છે. કોરોના કાળ હોવા છતાં એસટી બસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ ન કરતા હોવાનું સામે આવ્યું છે.

એસટી ડેપોના ફરજ પરના કર્મચારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા

આ તમામ બાબતો માટે જેતપુર એસટી ડેપોના ફરજ પરના કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વાત કરતા તેઓ એ કેમેરા સામે બોલવાની મનાઈ કરી હતી અને સમસ્યાઓનો ઉકેલ લાવવાના બદલે ગોળ ગોળ જવાબ આપી આંખ આડા કાન કર્યા હતા અને પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિષ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.