રાજકોટઃ દેશ વિદેશમાં બહોળો ભક્ત સમુદાય ધરાવતા રામજી મંદિરના મહંત પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ટૂંકી બીમારી બાદ રવિવારના રોજ સ્વસ્થ થઈ ભક્ત સમુદાયને આશીર્વાદ આપવા બહાર આવ્યા હતા.
![ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પૂજારાના ગુરૂ રામજી મંદિરના મહંત સ્વસ્થ થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-08-gondal-ramjimandir-haricharandasbapu-photo-gj10022_04102020165350_0410f_1601810630_802.jpg)
મહંતના સ્વસ્થ થઇ બહાર આવતા ભક્તજનો હરખાયા હતા, પૂજ્ય હરિચરણ દાસજી મહારાજ અને તેમના અનુયાયીઓ દ્વારા સંચાલિત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ વિવિધ બીમારીઓમાં સપડાયેલા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. પૂજ્ય મહારાજની નાદુરસ્ત તબિયતને લઈ ભક્તોમાં ચિંતાનું મોજું પ્રસર્યું હતું. જો કે ટુંકી બિમારી બાદ સ્વસ્થ થતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો છે.