રાજકોટ શહેરના ખંડેરી સ્ટેડિયમમાં (khanderi stadium rajkot) શનિવારે (7 જાન્યુઆરી)એ ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે ટી20ની મેચ (India Sri Lanka T20 Series 2023) રમાશે. ત્યારે એક દિવસ પહેલા શુક્રવારે ભારતીય ટીમ રાજકોટ આવી પહોંચશે. તેવામાં હવે રાજકોટવાસીઓ ક્રિકેટના રંગમાં રંગાઈ ગયા છે.
ટીમના સ્વાગતની તૈયારી શહેરની સયાજી હોટેલ (Sayaji Hotel Rajkot) ખાતે ટીમ ઇન્ડિયાને રોકાણ આપવામાં આવ્યું છે. ત્યારે હોટલ પ્રશાસન દ્વારા પણ અનેક તૈયારીઓ કરવામાં આવી છે. ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે રોડ ઉપર ઠેરઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાના (Indian Cricket Team arrival in Rajkot) સ્વાગતના સ્લોગન લખવામાં આવ્યા છે.
શહેરના રાજમાર્ગો પર લાગ્યા પોસ્ટર આ ઉપરાંત હોટેલમાં પણ આ જ પ્રકારના પોસ્ટર (India Sri Lanka T20 Series 2023) લગાવવામાં આવ્યા છે. અહીં 6 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યાની આસપાસ ટીમ પહોંચશે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમને વધારવા માટે હોટેલ તંત્રમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ ટીમ (Indian Cricket Team arrival in Rajkot) ઇન્ડિયા સયાજી હોટેલ (Sayaji Hotel Rajkot) ખાતે રોકાઈ ચૂકી છે.
આ પણ વાંચો પૂર્વ ભારતીય ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ હવે સુરતના ખેલાડીઓને શિખવાડશે ક્રિકેટની ABCD
હોટેલ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે હાલ વિશ્વમાં કોરોનોના નવા વેરિયન્ટનો (Covid New variant) હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની આ હોટેલમાં (Sayaji Hotel Rajkot) કોરોના ગાઈડલાઈનનું (Covid Guidelines in gujarat) ચુસ્ત પાલન કરાશે. હોટેલના સ્ટાફનો પણ કોરોના રિપોર્ટ કરાશે. જ્યારે ટીમ ઇન્ડિયાના (Indian Cricket Team arrival in Rajkot) રોકાણ માટે અલગ અલગ પ્લેયર માટે રૂમ પણ શણગારવામાં આવ્યા છે. તો ભારતીય ટીમને આવકારવા માટે હોટલ સ્ટાફમાં પણ અનેરો ઉત્સાહ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની તૈયારી મહત્વનું છે કે, શહેરના ખંડેરી સ્ટેડિયમમાં (Khanderi Stadium Rajkot) આગામી 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ (India Sri Lanka T20 Series 2023) રમાશે. તેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ પીચને તૈયાર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જ્યારે ભારતમાં વધુ એક આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોવાથી રાજકોટવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ મેચની ઓનલાઇન ટિકિટોનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે.