રાજકોટઃ આગામી દિવસોમાં વર્લ્ડ કપ પણ રમનાર છે તે પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રણ મેચની એક સિરીઝ રમાશે. જેમાં પ્રથમ મેચ મોહાલી અને બીજી મેચ ઈન્દોરમાં રમનાર છે. જ્યારે ત્રીજી મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ યોજનાર છે. ત્યારે મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લે 2023ની શરૂઆતમાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચ રમાઇ હતી.
17 સપ્ટેમ્બરથી મળશે મેચની ટિકિટઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ 25મી સપ્ટેમ્બરે રાજકોટમાં પહોંચી જશે તેવી શક્યતા માનવામાં આવી રહી છે. જ્યારે આ મેચ બપોરે 1:30 વાગ્યાની આસપાસ શરૂ થશે. આ સાથે જ ખંડેરી સ્ટેડિયમમાં દર્શકોને 11 વાગ્યાની આસપાસથી પ્રવેશ આપવામાં આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમ ખાતેથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચની ટિકિટો 17મી સપ્ટેમ્બરથી દર્શકોને મળી રહેશે.
ટિકિટના ભાવ પણ જાણી લોઃ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ત્રીજી ઇન્ટરનેશનલ મેચ રમનાર છે. જેને લઈને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસીય ક્રિકેટ મેચને લઈ ટિકિટના ભાવ પણ જાહેર થઈ ચૂક્યા છે. રૂપિયા 1500થી લઈ 10,000 રૂપિયાની ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મેચની ટિકિટને લઈ આગામી રવિવારથી બુકિંગ પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ