રાજકોટઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યમાં અલગ અલગ સંગઠનની યુવતીઓ એકઠી થઈ હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મુખ્યત્વે આ યુવતીઓએ આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટર પાસે સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ આપવાની માગ કરી હતી.
ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી સાથે બનેલી ઘટનાને પગલે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે હવે રાજકોટની યુવતીઓએ પોતાના સ્વરક્ષણ માટે હથિયાર રાખવાની મંજૂરી માગી રહી છે. આ અંગે આવેદનપત્ર આપવા આવેલા મિતલ પરમાર નામની યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિવિધ સંગઠનોના લોકો આવ્યા છીએ. હવે એવું અમને લાગે છે કે, સરકાર અમારુ રક્ષણ કરી શકે એમ નથી એટલે હવે અમે અમારું સ્વરક્ષણ જાતે જ કરશું માટે હથિયારનું લાયસન્સ આપવામાં આવે તેવી માગ કરીએ છીએ.
તેમજ જો અમને હથિયાર માટેના લાયસન્સની પરવાનગી નહિ આપવામાં આવે તો સરકાર દ્વારા અમારી જવાબદારી લેવામાં આવે તેમ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, હાથરસની ઘટના બાદ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં અનોખો વિરોધ જોવા મળ્યું હતો.