વાયુ વાવાઝોડાની અસરથી જિલ્લા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે પણ સાથે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. જેની અસર રાજકોટના આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી હતી.
દિવસ દરમિયાન હળવા ઝાપટા તેમજ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે બાદમાં થોડા સમય માટે ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી.
વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. ત્યારે જિલ્લાના જેતપુરમાં ડોબરીયાવાળી વિસ્તારમાં એક વૃક્ષ વિજપોલ પર પડતા જ વીજળી ગુલ થઈ હતી. PGVCL સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.