રાજકોટ ચૂંટણી પહેલા વિવાદ થવો એ કૉંગ્રેસ માટે કંઈ નવું નથી. ત્યારે હવે રાજકોટ પૂર્વ બેઠકના (Rajkot East Assembly Constituency) કૉંગી ઉમેદવાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂના (Indranil Rajyaguru Congress Candidate) એક નિવેદનથી રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. તેઓ શનિવારે પોતાના મતવિસ્તારમાં સભા સંબોધી રહ્યા હતા. તે દરમિયાન જેમણે જણાવ્યું હતું કે, સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ (Indranil Rajyaguru statement on allah mahadev) બેઠા છે.
જંગલેશ્વર વિસ્તારમાં આપ્યું નિવેદન આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન યોજશે. એવામાં રાજકોટ કૉંગ્રેસના પૂર્વ વિધાનસભા બેઠકના (Rajkot East Assembly Constituency) ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય એવા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ (Indranil Rajyaguru Congress Candidate) શનિવારે જંગલેશ્વર વિસ્તારમાં એક જનસભાને સંબોધી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, મારી દ્રષ્ટિએ મહાદેવ અને અલ્લાહ એક જ છે. જ્યારે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ (Indranil Rajyaguru statement on allah mahadev) બેઠા છે. આ વાત કૉંગ્રેસ દ્વારા પણ મૂકવામાં આવી નથી. આમસ કહીને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સભા દરમિયાન અલ્લા હુ અખબરનો નારો પણ લગાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ (Indranil Rajyaguru Congress Candidate) જંગલેશ્વર વિસ્તારમાં જનસભા દરમિયાન આ પ્રકારનું નિવેદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રહે છે. એવામાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું હતું. આના કારણે રાજકારણમાં જબરો ઘરમાં આવ્યો છે. જ્યારે ભાજપ દ્વારા પણ આ મામલે ઈન્દ્રનીલને ઘેરવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરાએ જણાવ્યું હતું કે, ઈન્દ્રનીલનું કામ તકવાદી સાધુ જેવું છે. તેમની પોતાની કોઈ વિચારધારા નથી.