બીજી તરફ તાજેતરમાં જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉદ્દભવી હતી, પરંતુ હાલ વાતાવરણ સ્વચ્છ જણાતા ખેડૂતો દ્વારા પોતાની મગફળી યાર્ડમાં વહેંચવા માટે પડાપડી જોવા મળી રહી છે.આગામી દિવસોમાં ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર શરૂ થશે અને સાથે જ લગ્ન ગાળો પણ શરૂ થશે,
જેને લઈને ખેડૂતોને નાણાંની જરૂરીયાત હોય છે, જેથી યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. યાર્ડમાં એકસાથે મોટી સંખ્યામા મગફળીની આવક થતા યાર્ડ દ્વારા હાલ પૂરતી મગફળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.