ETV Bharat / state

ગોંડલનું વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફ્લો, રવિવારે આતશબાજી સાથે કરાશે વધામણાં

રાજકોટઃ ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી તળાવમાં આજે નર્મદાના નીર ઓવરફ્લો થતાં શહેરીજનોના હૈયા હરખાયા છે. આગામી રવિવારે પાલિકા તંત્ર દ્વારા વેરી તળાવમાં નર્મદાના નીરની આતશબાજી સાથે વધામણા કરવામાં આવશે.

વેરી તળાવ
author img

By

Published : Jun 6, 2019, 7:35 PM IST

Updated : Jun 7, 2019, 11:39 AM IST

ઉનાળામાં ગોંડલના લોકોને વેઠવી પડતી પાણીની સમસ્યાને કારણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકા તંત્રએ પણી પ્રશ્ને રાજ્ય સરકારને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તેથી સરકાર દ્વારા ત્રંબાથી વેરી તળાવને જોડતી link3 પાઈપલાઈનને મંજુરી આપતા નર્મદાના નીર આવી પહોંચ્યા હતા. નર્મદાના નરીને કારણે આજે વેરી તળાવ ઓવરફ્લો થઈ જતા ઇતિહાસ રચાઈ જવા પામ્યો છે. આગામી રવિવારે સાંજે 7: 30 કલાકે વેરી તળાવ ખાતે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોક પીપળીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વોટર વર્કસ ચેરમેન આસિફ ઝકરીયા સહિત પાલિકા સદસ્યોની હાજરીમાં નર્મદાના નીરના વધામણા કરી આતશબાજી કરવામાં આવશે.

ગોંડલનું વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફ્લો

વધુમાં વોટર વર્કસ ચેરમેન આસિફ ઝકરીયાએ જણાવ્યું હતું કે, વેરી તળાવ 9.5 ફૂટની ઊંડાઈ ધરાવે છે અને છેલ્લા 20 દિવસમાં 162 એમ.સી.એફ.ટી પાણી આવતા આજે ઓવરફ્લો થયું છે. વેરી તળાવ બાદ આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમને પણ ભરવામાં આવશે અને ત્યારબાદ ભગવતપરા સંપ હેઠળ આવતા વિસ્તારમાં ત્રણ દિવસે પાણી વિતરણ શરૂ થઈ જશે. વોરાકોટડા રોડ ઉપર આવેલ 220 કેવી સંપ નર્મદા આધારિત હોય જેને 7 ટાકીમાં જોઈન્ટ આપ્યા બાદ આ સંપની હેઠળ આવતા વિસ્તારોમાં પણ ત્રણથી ચાર દિવસે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે.

Intro:એન્કર :- ગોંડલ શહેરના જીવાદોરી સમાન વેરી તળાવમાં નર્મદાના નીરની પધરામણી બાદ આજે ઓવરફલો થતા શહેરીજનોના હૈયા હરખાયા છે આવતા રવિવારે પાલિકા તંત્ર દ્વારા વેરી તળાવે નર્મદાના નીર ના આતશબાજી સાથે વધામણા કરવામાં આવનાર છે.

વિઓ :-  ઉનાળામાં ગોંડલ શહેર મહીપરી એજ યોજના આધારિત થઈ જતું હોય પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારને ધારદાર રજૂઆત કરાતા સરકાર દ્વારા ત્રંબા થી વેરી તળાવ સુધી link3 પાઈપલાઈન મંજુર કરી આપી નર્મદાના નીર પહોંચાડાતા આજે વેરી તળાવ ઓરફ્લો થઈ જતા ઇતિહાસ રચાઈ જવા પામ્યો છે આગામી રવિવારે સાંજે 7: 30 કલાકે વેરી તળાવ ખાતે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વોટર વર્કસ ચેરમેન આસિફભાઈ ઝકરીયા સહિત પાલિકા સદસ્યોની હાજરીમાં નર્મદાના નીરના વધામણા કરી આતશબાજી કરવામાં આવનાર છે.

વિઓ :- વધુ માં વોટર વર્કસ ચેરમેન આસિફભાઈ ઝકરીયા એ જણાવ્યું હતું કે વેરી તળાવ સાડા નવ ફૂટની ઊંડાઈ ધરાવે છે અને છેલ્લા વિસ દિવસમાં 162 એમ.સી.એફ.ટી પાણી આવતા આજે ઓવરફ્લો થયું છે, વેરી તળાવ બાદ આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમ ભરવામાં આવશે અને ત્યારબાદ ભગવતપરા સંપ હેઠળ આવતા વિસ્તારમાં ત્રણ દિવસે પાણી વિતરણ શરૂ થઈ જશે, વોરાકોટડા રોડ ઉપર આવેલ 220 કેવી સંપ નર્મદા આધારિત હોય જેને સાત ટાકી માં જોઈન્ટ અપાયા બાદ આ સંપની હેઠળ આવતા વિસ્તારોમાં પણ ત્રણથી ચાર દિવસે પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે.

Body:બાઈટ - ૦૧ - અશોકભાઈ પીપળીયા (ગોંડલ નગરપાલિકા પ્રમુખ)

બાઈટ - ૦૨ - આસિફભાઈ ઝકરિયા (ગોંડલ નગરપાલિકા વોટર વર્કશ શાખા)

Conclusion:
Last Updated : Jun 7, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.