ETV Bharat / state

રાજકોટ ફાયરબ્રિગેડના 200 જવાનો વરસાદી આપત્તિમાં ખડેપગે - રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

રાજકોટમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલીઓ( Heavy rains in Rajkot)સર્જાઈ હતી. રાજકોટ ફાયરબ્રિગેડના 200 જેટલા જવાનોએ વરસાદી આપત્તિ વચ્ચે સતત દોડતા રહીને (Monsoon Gujarat 2022)સરકારી તંત્રની અસરકારક કામગીરી તેમજ ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફાયરબ્રિગેડના જવાનોએ શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ફસાયેલા આશરે 400થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે.

રાજકોટ ફાયરબ્રિગેડના 200 જવાનો વરસાદી આપત્તિમાં ખડેપગે

author img

By

Published : Jul 12, 2022, 6:53 PM IST

રાજકોટ: શહેરમાં ગતરાતથી શરૂ થયેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાઈ હતી, પરંતુ રાજકોટ ફાયરબ્રિગેડના 200 જેટલા જવાનોએ વરસાદી આપત્તિ વચ્ચે સતત દોડતા રહીને સરકારી તંત્રની અસરકારક કામગીરી તેમજ ફરજનિષ્ઠાનું (Migration of people due to rains in Rajkot)ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફાયરબ્રિગેડના જવાનોએ શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ફસાયેલા આશરે 400થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે, તેમજ ઝાડ પડી જવા, કાચું મકાન પડી જવા, મકાનમાં આગ લાગવા, વિસ્તારોમાં પાણી (Monsoon Gujarat 2022)ભરાઈ જવા સહિતની 18 જેટલી ફરિયાદોમાં વીજળીની ઝડપે કામગીરી કરીને લોકોને રાહત પહોંચાડી છે.

રાહત-બચાવ કામગીરી - રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર (Rajkot Fire Brigade)ઇલેશ ખેરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ગતરાતથી વરસાદ શરૂ થયો (Heavy rains in Rajkot )ત્યારથી, ફાયરબ્રિગેડના વિવિધ ઓફિસરો સહિત 200 જેટલા જવાનો ખડેપગે છે. ફાયરબ્રિગેડને જેવી કોઈ ફરિયાદ મળે તે તુરંત રિસ્પોન્સ આપતાં સ્થળ પર જઈને રાહત-બચાવ કામગીરી કરે છે.

આ પણ વાંચોઃ વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી, જૂઓ શા માટે તૂટી અને રેસ્ક્યૂ કામગીરી વિશે

વિવિધ 18 જેટલી ફરિયાદો મળી - રાજકોટ ફાયર કંટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારે વરસાદ વચ્ચે શહેરમાં વિવિધ 18 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં વિભાગના જવાનોએ તુરંત એક્શનમાં આવીને અસરકારક કામગીરી કરી છે. કંટ્રોલરૂમને માર્કેટિંગ યાર્ડ પાસે કાર ફસાઈ હોવાની ફરિયાદ મળી હતી. ઉપરાંત લલુળી વોંકળી વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે આશરે 400થી વધુ લોકો ફસાયા હોવાની ફરિયાદ મળી હતી. આ તમામ લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જળબંબાકાર : ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભોજનની ચિંતા વધી

લોકોને સલામત સ્થળે બહાર કઢાયા - ઉપરાંત સંત કબીર રોડ પર શાળાની પાછળના વિસ્તારમાં 15થી 20 માણસો ફસાયા હતા, જેનું સ્થળાંતર કરાયું છે. આરાધના સોસાયટી પાસે એક મકાનમાં માણસો ફસાયા હતા, જેને સલામત સ્થળે બહાર કઢાયા છે. ચુનારાવાડ વિસ્તારમાં શેરી નંબર 2માં એક મકાનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જેને કાબુમાં લેવાઈ હતી. કોઠારિયામાંથી એક વ્યક્તિ તણાયાની ફરિયાદ મળી હતી. જો કે રામનાથ પરા પાસેથી એક વ્યક્તિની તણાયેલ મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ વ્યક્તિ કોન છે તે અંગે તપાસ ચાલુ છે. કિસાનપરા 5માં એક જૂનું મકાન પડી ગયું હતું.

વિવિધ વિસ્તારમાં ઝાડ પડ્યા - જો કે તેમાં કોઈને કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી. જિલ્લા ગાર્ડન પાસે સ્લમ ક્વાર્ટર પાસે પાણી ભરાયા હતા. રેલનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યાં પમ્પિંગ સહિતની કામગીરી ચાલુ કરાઈ હતી. જ્યારે શહેરની પંચશીલ સોસાયટી, પંચવટી મેઇન રોડ ઉપર, ઢેબરરોડ ગીતાનગરમાં, વાણીયા વાડી શેરી નંબર 5 સરદારનગર 1 ગોંડલ રોડ પર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જામટાવર પાસે એમ વિવિધ વિસ્તારમાં ઝાડ પડ્યા હતા. જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ તત્કાલ સ્થળ પર જઈને ઝાડ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.