- રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ
- 8 પરપ્રાંતિયો કર્મચારી દાઝ્યા
- આગ લાગવાનું કારણ હજુ અકબંધ
રાજકોટ: શહેરની ભાગોળે આવેલા કાલાવાડ રોડ ઉપરના નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગી હતી. તે દરમિયાન રિસોર્ટની પાછળ ઓરડીમાં ઊંઘી રહેલા 8 જેટલા પરપ્રાંતિય કારીગરો ગંભીર રીતે દાઝ્યા છે. આ તમામ પરપ્રાંતિય કર્મચારીઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનામાં દાઝેલા કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તમામ કર્મચારીઓએ બીજા સગા સંબંધી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
આ પણ વાંચો: રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર
8 પરપ્રાંતિય કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા
નિરાલી રિસોર્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. જે દરમિયાન રિસોર્ટની પાછળ ઓરડીમાં સુતેલા 8 જેટલા પરપ્રાંતિય કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા. જેમણે સવારે 5 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની વધુ સારવાર શરૂ છે. હાલ આઠ જેટલા પરપ્રાંતીઓ આ આગની ઘટનામાં દાઝ્યા હોવાના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે આ મામલેનપોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે તમામ કર્મચારીઓ મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે.
રિસોર્ટમાં આવેલા ઓરડીમાં રહેતા હતા
નિરાલી રિસોર્ટમાં મોટા ભાગના પરપ્રાંતિઓ કેટરિંગનું કામ કરે છે, ત્યારે રિસોર્ટની પાછળ કામ કરતા કર્મચારીઓના રહેવા માટે ઓરડી બનાવવામાં આવી છે. આ ઓરડીમાં એક સાથે 8 જેટલા લોકો રાતે ઊંઘી રહ્યા હતા. એવામાં અચાનક આગ લાગી હતી. જેને લઇને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ લાગવાની ઘટનામાં એક જ ઓરડીમાં સુતેલા 8 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેને લઈને આસપાસની ઓરડીમાં સુઈ રહેલા કર્મચારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જેની હાલ સારવાર શરૂ છે.
આ પણ વાંચો: રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક લાગી ભીષણ આગ
વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બની ઘટના: સાથી કર્મી
આગની ઘટના અંગે સાથી કર્મચારી હેમંતકુમાર લબાનાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે 8 લોકો ઓરડીની બહાર તરફડીયા મારી રહ્યા હતા. જ્યારે ઓરડીમાં આગ લાગી હતી અને જોરજોરથી ચીખવાનો અવાજ આવી રહ્યો હતો. જેને લઇને સમજાયું હતું કે, આગ લાગવાની ઘટના ઘટી છે, ત્યારબાદ અમે આ તમામ લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. ઘટના વહેલી સવારે 5 વાગ્યાની આસપાસની હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ લોકો રાજસ્થાનના ડુંગરપુરના માડા ગામના વતની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
આ લોકો ઘટનામાં દાઝ્યા
- રાજુભાઈ લબાના
- લોકેશ લબાના
- લક્ષ્મણ લબાના
- હિતેશ લબાના
- દિપક લબાના
- ચિરાગ લબાના
- શાંતિલાલ લબાના
- દેવી લાલ લબાના