- મગફળીની ભરતીને લઇને ખેડૂતોનો હોબાળો
- ખાલી બારદાનના વજન કરતા 650 થી 800 ગ્રામ વજન થયું
- એક બારદાન દીઠ 250 થી 300 ગ્રામ વધારે ભરવામાં આવતી હોવાનો આક્ષેપ
રાજકોટ: સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તેમાં 30 કિલો મગફળીની ભરવાનું નક્કી કરાયું છે અને મગફળી ભરવાના બારદાનનું વજન પણ નાફેડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ નાફેડની ગણતરીમાં બારદાનનું 900 ગ્રામ વજન હતું જ્યારે ખેડૂતો દ્વારા બારદાનનું વજન કરવામાં આવ્યું તો 650 થી 800 ગ્રામ વજન થયું હતું. આમ, 1 બારદાન દીઠ 250 થી 300 ગ્રામ મગફળી ખેડૂતોની વધારે ભરવામાં આવતી હતી જેના પગલે ખેડૂતોએ આ મગફળી ન ભરાવી અને સરકાર સામે નારા લગાવ્યા હતા તેમજ સરકાર સામે મોટું કૌભાંડ કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા.