- બાંધકામ વિભાગના કોન્ટ્રાક્ટરે માટીના ફેર માટે ટ્રેક્ટરનું ભાડું મંજૂરી માટે મુક્યું
- ટ્રેક્ટરને બદલે સેન્ટ્રો કાર નીકળી હોવાનો સામે આવ્યું
- એક માસ પછી પણ સત્તાધીશોએ કોઈ કાર્યવાહી કરી નહિ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવખત વિવાદમાં આવી છે. બાંધકામ વિભાગ (Construction Department)ના કોન્ટ્રાક્ટરે માટીના ફેર માટે ટ્રેક્ટરનું ભાડું મંજૂરી માટે મુક્યું હતું. જોકે, તે ટ્રેક્ટરને બદલે સેન્ટ્રો કાર નીકળી હોવાનો સામે આવ્યું હતું. જ્યારે સમગ્ર મામલે ઓડિટની ક્વેરીમાં હકીકત સામે આવી હતી. જે અંગે નાયબ કુલસચિવને પત્ર પણ લખાયો હતો. જોકે, તેના એક માસ પછી પણ સત્તાધીશોએ કોઈ કાર્યવાહી કરી નથી. કૌભાંડીને સજા આપવાને બદલે માહિતી લીકને લઈ તપાસ કરતા કુલપતિ પર એક સવાલ ઉઠ્યો હતો.
આ પણ વાંચો : વડોદરા: કોરપોરેશનના અધિકારીઓ જ ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપે છે
માટી ભરેલા ટ્રેક્ટરના ફેરા કર્યાનું રૂપિયા 7.50 લાખનું બિલ મુકાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માટી ભરેલા ટ્રેક્ટરના ફેરા કર્યા અંગેનું રૂપિયા 7.50 લાખનું બિલ મુક્યામાં માત્ર 10થી 15 ફેરા કરવા સામે 663 ફેરા કર્યા હોવાનું બોગસ બિલ મુકાયું હોવાનો સામે આવ્યું હતું. ટ્રેક્ટરના ફેરા અને કારના નંબર હોવાનું ઓડિટ વિભાગે કૌભાંડ બહાર પાડ્યા પછી કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ જવાબદારો સામે આકરા પગલા લેવાને બદલે તેમની પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા લઈ લીધા છે.
આ પણ વાંચો : અમદાવાદ મનપા દ્વારા નવા 102 યુનિટ સાથે અત્યાર સુધી 2507 યુનિટ સીલ કર્યા
અન્ય વાહનના નંબરનો ગેરઉપયોગ કરવા અંગે ફોજદારી ફરિયાદની સંભાવના
યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જે ટ્રેક્ટરને સાચો માનીને બિલ પાસ કરી દીધું તે GJ 03 HK 7271 વાહન નંબર એક અલ્ટો કારનો નીકળ્યો છે. અન્ય વાહનના નંબરનો ગેરઉપયોગ કરવા અંગે ફોજદારી ફરિયાદ થાય તેવી પણ સંભાવના છે. બાંધકામ વિભાગ (Construction Department) દ્વારા યોગ્ય ચકાસણી કરીને ખરેખર કરવામાં આવેલા ફેરાના બિલોની ચૂકવણી થાય તે બાબતે પુરતી કાળજી રાખવાની રહે છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ શકે છે.