- તબીબ પાસે કોઈપણ જાતના આધાર પુરાવો પણ ન હતા
- બોગસ તબીબ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ મુજબ ગુનો નોંધાયો
- બોગસ ડોક્ટર એલોપેથીની 51 જાતની વિવિધ દવાઓ સાથે ઝડપાયો
ગોંડલ તાલુકાના કેશવાડા ગામે ડુપ્લિકેટ તબીબ દ્વારા લોકોના જીવન સાથે ચેડા કરી તબીબી સારવાર આપવામાં આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા કરી મુન્નાભાઈ એમબીબીએસને રૂપિયા 32,144 રુપિયાની દવાઓ સાથે ઝડપી લીધા હતા.
ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી ધર્મેન્દ્રસિંહ જેઠવા પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના લોકોએ બાતમીના આધારે ગોંડલ તાલુકાના કેસવાડા ગામે ચોરા પાસે ચિરાગ હરસુખભાઈ કોઠારી રહે. વાડાસડાને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
તબીબ પાસે કોઈપણ જાતના આધાર પુરાવો પણ ન હતા
આ સાથે પોલીસ દ્વારા દેરડી કુંભાજી પીએસસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર ગોવિંદભાઈ હાડગરડાને સાથે રખાયા હતા. બોગસ તબીબો પાસે કોઈપણ જાતના આધાર પુરાવો પણ ન હતા અને લોકોના જીવન સાથે ખેલી રહ્યો હોવાથી પોલીસે પેરાસીટામોલ, કેલઝીકેલ, સોમગો, પ્રોડકઝા ઇન્જેક્શન, પ્રેગ્નન્સી ટેસ્ટકીટ સહિત એકાઉન્ટની જાતની આશરે રૂપિયા 32,144 રુપિયાની કિંમતની દવાઓનો જથ્થો કબ્જે કર્યો હતો અને બોગસ તબીબ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.