ETV Bharat / state

Diwali 2023 : દિવાળી તહેવાર નિમિતે રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મુસાફરોની ભીડ ઉમટી, તંત્રની શું છે વ્યવસ્થા જૂઓ

રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી હતી. રાજકોટ એસટી વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ખાસ 150 એક્સ્ટ્રા બસો અલગ અલગ રૂટો ઉપર દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ એસટી વિભાગને દસ દિવસમાં દરરોજ 3 લાખ રૂપિયાની આવક યુપીઆઈ પેમેન્ટથી થઈ રહી છે.

Diwali 2023 : દિવાળી તહેવાર નિમિતે રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મુસાફરોની ભીડ ઉમટી, તંત્રની શું છે વ્યવસ્થા જૂઓ
Diwali 2023 : દિવાળી તહેવાર નિમિતે રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મુસાફરોની ભીડ ઉમટી, તંત્રની શું છે વ્યવસ્થા જૂઓ
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 9:19 PM IST

150 એક્સ્ટ્રા બસ દોડાવાશે

રાજકોટ : દિવાળીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં દિવાળીને લઈને ઠેર ઠેર બજારમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે ગઈકાલે 70 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવી હતી. આગામી પાંચ દિવસ સુધી અલગ અલગ રૂટ ઉપર આ એક્સ્ટ્રા બસો ચાલશે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ ઉમટી પડી હતી.

ગઈકાલે 70 બસો દોડાવાઈ હતી : આ અંગે રાજકોટ એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર વી બી ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે. જેના કારણે સૌરાષ્ટ્ર ભરવમાંથી અલગ અલગ મુસાફરો રાજકોટ થઈને જ પોતાના નિયત સ્થળે જતા હોય છે.

ગઈકાલે રાજકોટ ખાતેથી 70 જેટલી એક્સ્ટ્રા બસ દાહોદ, ગોધરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં દોડાવવામાં આવી હતી. આ સાથે જ આગામી પાંચમ સુધી રાજકોટ એસટી વિભાગ દ્વારા 150 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કચ્છ ભુજ, જૂનાગઢ, જામનગર અને ઉના તરફ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે એટલે આ રૂટો ઉપર પણ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે...વી. બી. ડાંગર ( ટ્રાફિક કંટ્રોલર, રાજકોટ એસટી વિભાગ)

દૈનિક 3 લાખ રુપિયાની ઓનલાઈન આવક : જ્યારે રાજ્યમાં એસટી બસોમાં યુપીઆઈ પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેનો લાભ હાલ મુસાફરો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. રાજકોટ એસટી વિભાગને છેલ્લા દસ દિવસમાં દરરોજ 3 લાખ રૂપિયાની આવક યુપીઆઈ પેમેન્ટથી થઈ રહી છે. આ સાથે જ મુસાફરો પણ મોટા પ્રમાણમાં UPIનો ઉપયોગ કરીને ટિકિટો ખરીદી રહ્યા છે. જેના કારણે મુસાફરોને ટિકિટની લાઇનમાં ઊભું રહેવું પડતું નથી. આ સાથે જ કંડકટર સાથે છૂટા પૈસાની પણ કોઈપણ માથાકૂટ રહેતી નથી.

દિવાળી વેકેશનના પગલે વિદ્યાર્થીઓ ઘર ભણી : ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં અભ્યાસ માટે આવે છે અને હાલ વેકેશન છે ત્યારે તેઓ પોતાના વતનમાં જઈ રહ્યા છે જેનો લાભ પણ એસટી વિભાગને મળી રહ્યો છે.

  1. Gujarat ST Corporation : ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકાર દ્વારા પગાર વધારાનો નિર્ણય લેવાયો
  2. Gujarat ST: ગુજરાત એસટી વિભાગે વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખી વધારાની બસો દોડાવાશે
  3. Diwali 2023 : રાજકોટમાં દિવાળી પર્વે અનોખું આયોજન, રાજ્ય સભા સાંસદ રામ મોકારિયાએ ખુલ્લો મૂક્યો દિવાળી કાર્નિવલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.