હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. ત્યારે તમામ નાના મોટા રાજકીય પક્ષો પોત પોતાના પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જેણે લઈને પક્ષો દ્વારા પણ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક વર્તમાન સાંસદ સભ્યોને પક્ષો દ્વારા ફરી રિપીટ કરાયા નથી. તેમજ કેટલાક નેતાઓને પણ બેઠકો માટે ટિકીટની ફાળવણી કરાઈ નથી. જેઓ ટિકીટને લઈને પોતાના જ પક્ષથી નારાજ છે.
રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા લલિત કગથરાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાને પક્ષે ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા છે. આ અંગે વર્તમાન ધારાસભ્ય અને હાલમાં રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ હિતેશ વોરાની નારાજગી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે હિતેશભાઇની નારાજગી હશે તે દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે.